ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં પાણીની પારાયણ ફરી એકવાર ઉભી થઇ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા દિન-પ્રતિદિન ગંભીર બનતી જાય છે ચૈત્ર મહિનાના આકરા તાપના દિવસોમાં જ રાજકોટની ટીમ સાથે જોડાયેલા ગામડાઓમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાના પાણી માટે ટેન્કર શરૂ થઈ જતા હોય છે. રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની તંગીની સમસ્યા ટૉક ઓફ ધ ટાઉન બની છે. ત્યારે હજું ઉનાળો આવ્યો નથી તે પહેલા રાજકોટવાસીઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ દેશ વિદેશથી ગુજરાતના સિંહોને જોવા આવે છે પ્રવાસીઓ? આ તસવીરો જોઈ મળી જશે જવાબ


રાજકોટના 43 ગામડા માટે મોટું જળસંક્ટ દેખાઈ રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે રાજકોટમાં જૂન મહિનામાં 43 ગામમાં જળસંકટ ઉભું થશે. ઉનાળામાં ગામડાઓને પાણી પહોંચાડવા ટેન્કરો શરૂ કરાશે. આ વિશે ગાંધીનગરમાં રિપોર્ટ રજૂ કર્યો હોવા છતાં 147 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી મળી નથી.


મોદીના માનીતા નેતાએ આ બેઠક પર કરી દાવેદારી, જુઓ લોકસભા માટે કોણે કોણે ટિકિટ માંગી


રાજકોટમાં જૂન મહિનામાં 43 ગામોમાં પાણીનો પ્રશ્ન સર્જશે. ઉનાળામાં ગામડાઓને પાણી પહોંચાડવા ટેન્કરો શરૂ થશે. આ વિશે ગાંધીનગરમાં રિપોર્ટ રજૂ થયો છે. રૂડા વિસ્તારના ગામોમાં પાણી પહોંચાડવા માટે 147 કરોડની યોજનાને વહીવટી મંજૂરી બાકી છે. રાજકોટ ઝોન હેઠળના મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 43 ગામ એવા છે, જ્યાં પીવાના પાણી માટે ટેન્કર દોડાવવા પડશે.


આ Pics જોઈ છાતી ગર્વથી પહોળી થઈ જશે, ગગન ચૂમવા જઈ રહ્યા છે આ 4 ભારતીયો


રાજકોટ ઝોન હેઠળના 2100 ગામોમાંથી મોટા ભાગના ગામો સાથે નર્મદા યોજનાનું નેટવર્ક જોડાયેલું છે. તેથી એપ્રિલ મહિના પછી ઉનાળામાં પાણીની પરિસ્થિતિ ગંભીર નહી બને. રાજયનાં અન્ય વિસ્તારોમાં પાઈપલાઈનનું નેટવર્ક ગોઠવાયું નહી હોવાથી પાણીનો પ્રશ્ન ગંભીર બનશે.


મેડિકલ શિક્ષણ અંગે સરકારનો નિર્ણય! ડોક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓને થશે મોટો લાભ 


ઉલ્લેખનીય છે કે, આજરોજ ગાંધીનગર ખાતે આયોજિત પાણી પુરવઠા બોર્ડની ઉચ્ચ સ્તરિય બેઠકમાં પીવાનાં પાણી અંગે ચર્ચા વિચારણાં કરી તમામ વિસ્તારોને એપ્રિલ મહિના પછી પાણીનાં પૂર્વ આયજનો માટે એકશન પ્લાન તૈયાર કરવાની સુચના આપવામાં આવી હતી. રાજકોટ ઝોન હેઠળનાં પાંચ જિલ્લામાં 213 ગામોમાં જુથ યોજના હેઠળ  ટેકનીકલ કારણોથી પાણી પહોંચતું નહીં હોવાથી આ ગામોને પાણી પહોચાડવા માટેનું આયોજન વિચારવામાં આવ્યું હતું.