મેડિકલ શિક્ષણ અંગે સરકારનો મોટો નિર્ણય! ડોક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓને થશે મોટો લાભ
Medical Education: શું તમે પણ આરોગ્ય ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવામાં માંગો છો? શું તમે પણ મેડિકલમાં એડમિશન લેવા માંગો છો? શું તમે પણ ડોક્ટર બનવા માંગો છો? જો તમારા સવાલોનો જવાબ હાં હોય તો...આ માહિતી તમારા માટે ખાસ બની જશે.
Trending Photos
Medical Education: લાંબા સમયથી ગુજરાતમાં મેડિકલ શિક્ષણ અંગે વ્યાપ વધારવાની માંગ ઉઠી રહી હતી. ત્યારે વિધાન સભામાં સરકારે આ અંગે મોટી જાહેરાત કરી છે. મેડિકલ કોલેજો અંગેના પ્રશ્નના જવાબ આરોગ્ય મંત્રી ઋષિકેશ પેટેલે મહત્ત્વની જાહેરાત કરી હતી. વિધાનસભામાં પ્રશ્નનો જવાબ આપતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુંકે, ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરી ઘર આંગણે મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગુજરાત સરકાર આ કાર્યકરવા માટે કરી રહી છે ભગીરથ પ્રયાસ. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૫ (પાંચ) G.M.E.R.S. કૉલેજની મંજૂરી મળી જેને પગલે ૫૦૦ મેડિકલ બેઠકોમાં વધારો થયો છે.
ગુજરાતમાં હાલ શું છે મેડિકલ એજ્યુકેશનની સ્થિતિ?
વધુમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુકે, રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને G.M.E.R.S હેઠળ સમાવેશ કરાયો છે. રાજય સરકાર દ્ધારા GMERS હેઠળ છેલ્લા ૧૫ વર્ષમાં ૧૩ નવી મેડીકલ કોલેજો અંતર્ગત સ્નાતક કક્ષાની કુલ ૨૧૦૦ અને અનુસ્નાતકની કુલ ૩૦૦ ઉપલબ્ધ કરવામાં આવી છે. ૧૩ કોલેજોના સંચાલન માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે રુ.૫૨૪૪ કરોડની રકમ ફાળવી - જેની સામે ટ્યુશન ફી ની આવક રુ.૨૨૧૬ કરો. યુ.જી.ની ૨૧૦૦ તથા પી.જી.ની ૩૦૦ મળી કુલ ૨૪૦૦ વિદ્યાર્થીઓમાંથી ૧૭૪૩ (૭૨%) વિદ્યાર્થી સરકારની વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ હેઠળ ફી મા રાહત મેળવે છે. રાજ્યમાં ૬ સરકારી મેડીકલ કોલેજોમાં યુ.જી.ની ૧૪૦૦ બેઠકો તથા પી.જી. ની ૧૩૨૯ બેઠકો ઉપલબ્ધ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં રાજ્ય સરકારે રૂ.૮૯૫ કરોડની જોગવાઇ કરી જેની સામે ફી ની આવક માત્ર રૂ.૭.૩૭ કરોડ રાખવામાં આવી છે.
રાજ્યમાં પાંચ નવી જીએમઇઆરએસ મેડિકલ કૉલેજનો ઉમેરો કરાયોઃ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં રાજ્યની G.M.E.R.S. સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં પાંચ નવી જીએમઇઆરએસ મેડિકલ કૉલેજનો ઉમેરો કરાયો છે. જેના અંતર્ગત નવીન ૫૦૦ મેડિકલ બેઠકો વધી છે. તદ્અનુસાર રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને જીએમઇઆરએસ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રી એ વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, રાજય સરકાર દ્ધારા GMERS હેઠળ છેલ્લા ૨૦ વર્ષમાં ૧૩ નવી મેડીકલ કોલેજો અંતર્ગત સ્નાતક કક્ષાની કુલ ૨૧૦૦ અને અનુસ્નાતકની કુલ ૩૦૦ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જીએમઇઆરએસની ૧૩ કોલેજોના સંચાલન માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે રૂ.૫૨૪૪ કરોડની રકમ ફાળવી છે. જેની સામે ટ્યુશન ફી ની આવક રૂ.૨૨૧૬ કરોડ થઇ છે. યુ.જી.ની ૨૧૦૦ તથા પી.જી.ની ૩૦૦ મળી કુલ રૂ.૨૪૦૦ વિદ્યાર્થીઓમાંથી ૧૭૪૩ (૭૨%) વિદ્યાર્થી સરકારની વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ જેવી કે MYSY, કન્યા કેળવણી, પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના, CMSS યોજના તેમજ ફ્રી શીપ કાર્ડ યોજનાઓનો લાભ મેળવી ફી માં રાહત મેળવતાં હોય છે. આ ઉપરાંત ૮ કોલેજોના બાંધકામ માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રૂ.૪૨૮૭ કરોડ ફાળવેલ છે.
નવી 5 કોલેજોને રાજ્યના ૪૦ % અને કેન્દ્રના ૬૦ % લેખે ૯૭૬ કરોડ ફાળવવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. વર્ષ ૨૦૨૩-૨૪માં જીએમઇઆરએસ હસ્તકની ૧૩ મેડીકલ કોલેજોની ટ્યુશન ફીની થનાર અંદાજીત આવક રૂ.૩૭૫.૦૦ કરોડ સામે ૧૩ કોલેજો અને ૧૪ હોસ્પિટલોના અંદાજીત રૂ.૧૨૫૦.૦૦ કરોડનો ખર્ચ થવાનો છે. જેની સામે સરકાર તરફથી કોલેજો અને હોસ્પિટલોના ખર્ચ માટે રૂ.૮૪૩.૨૧ કરોડ ફાળવવામાં આવ્યા છે.
મંત્રીએ રાજ્ય સરકાર હસ્તકની મેડિકલ કૉલેજના સંચાલન સંદર્ભે વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં ૬ સરકારી મેડીકલ કોલેજોમાં યુ.જી.ની ૧૪૦૦ બેઠકો તથા પી.જી. ની ૧૩૨૯ બેઠકો ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં રાજ્ય સરકારે રૂ.૮૯૫ કરોડની જોગવાઇ કરેલ છે. જેની સામે ફી ની આવક માત્ર રૂ.૭.૩૭ કરોડ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે