ગૌરવ દવે, રાજકોટઃ રાજ્યમાં ચોમાસાની સીઝનમાં પાછળથી થયેલા ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. રાજ્યભરમાં હાલના સમયમાં શાકભાજીના ભાવમાં મોટા પાયે વધારો થયો છે. શાકના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. અનેક શાકના ભાવ 100 રૂપિયાથી લઈને 250 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે. રાજકોટમાં પણ શાકના ભાવ વધતા જનતા પરેશાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવ વધારાથી જનતા પરેશાન
એક તરફ પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ સહિત અનેક વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. હવે શાકભાજીના ભાવમાં વધારો થતાં જનતાની મુશ્કેલી વધી છે. રાજ્યમાં ભાદરવા મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે ખેતરમાં પાક ધોવાયા હતા. ત્યારબાદ શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 


આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે રાજ્ય સરકાર સક્રિય, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર


શાકભાજીના ભાવમાં 30-40 ટકાનો ભાવ વધારો
રાજકોટમાં શાકભાજીના ભાવમાં 30-40 ટકાનો ભાવ વધારો થયો છે. રાજકોટમાં ટામેટાનો ભાવ 100થી 120 રૂપિયા પ્રતિ કિલો છે. તો ચોળીનો ભાવ 120 રૂપિયા કિલો છે. મરચા 80 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યાં છે. તો વટાણાના ભાવ 260 રૂપિયા પ્રતિ કિલો પર છે. મહારાષ્ટ્રના નાસિક અને કર્ણાટકના બેંગલોરથી ટામેટાની આવક થઈ રહી છે. 


આ પણ વાંચોઃ Vadodara: સ્વિટીના બળેલાં હાડકા તપાસ માટે USA મોકલાશે, હત્યા કેસમાં પોલીસે રજૂ કરી ચાર્જશીટ  


રાજકોટમાં શાકના ભાવ
ગુવાર - રૂ. 160 પ્રતિ કિલો
ચોળી - રૂ. 120 પ્રતિ કિલો
મરચા - રૂ.80 પ્રતિ કિલો
ગાજર - રૂ. 80 પ્રતિ કિલો
કોબી - રૂ. 40 પ્રતિ કિલો
વટાણા - રૂ. 260 પ્રતિ કિલો
ફ્લેવર - રૂ.100 પ્રતિ કિલો
દૂધી - રૂ. 40 પ્રતિ કિલો
ભીંડો - રૂ.80 પ્રતિ કિલો
લિંમ્બુ - રૂ.80 પ્રતિ કિલો
ટીંડોરા - રૂ. 80 થી 100 પ્રતિ કિલો
કોથમિર - રૂ.200 થી 250 પ્રતિ કિલો
મેથી - રૂ.250 થી 300 પ્રતિ કિલો
ડુંગળી - રૂ.60 થી 80 પ્રતિ કિલો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube