Rajkot News : જસદણમાં ખળભળાટ મચાવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં બજરંગનગર તલાવડી વિસ્તારમાં રહેતા પ્રૌઢને તેના નજીકના વિસ્તારમાં રહેતા દંપતીએ હનીટ્રેપમાં ફસાવી રૂ.20 હજાર પડાવી લીધા પછી પણ રૂ.4 લાખની માંગણી કરી હતી. મહિલાએ પ્રૌઢને દૂધ આપવા ઘરે બોલાવી કપડાં કાઢ્યા હતા અને કઢંગી હાલતમાં પતિને બોલાવી લીધો હતો. મહિલાના પતિએ ફરિયાદીને ધમકી આપેલી કે, તું આવો પહેલો નથી, ચોથો છો, કેટલાય લોકોએ રૂપિયા આપી સમાધાન કર્યું છે. પૈસા કાઢી આપજે નહિતર દુષ્કર્મની ફરિયાદ કરીશ. આ પછી જસદણ પોલીસે દૂધ વેચવાનો વ્યવસાય કરતા 52 વર્ષીય ફરિયાદીની ફરિયાદ પરથી ગુનો નોંધી વલ્લભ જસાણી તેમજ ભાવના જસાણીની નામના દંપતીની ધરપકડ કરી હતી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસદણમાં તલાવડી વિસ્તારમાં રહેતા અને દૂધનો વેપાર કરતા 52 વર્ષીય ફરિયાદી ઘરે ઘરે જઇ છુટ્ટક દુધનું વેચાણ કરે છે. ગઇ તા.1/11/2023 ના રોજ સવારના નવેક વાગ્યે આરોપી મહિલાનો ફોન આવેલ કે, મને એક લીટર દુધ આપી જાવ. જેથી દુધ આપવા માટે તેઓના ઘરે ગયેલ. ઘર બહારથી દૂધ આપ્યું. પછી મહિલાએ કહ્યું કે, ઘરમાં આવો તમને તમારા અગાઉના દુધના પૈસાનો હીસાબ આપી દઉં. તેમ કહેતા ફરિયાદી અંદર ગયા. મહિલાએ તેમને શેટી પર બેસાડ્યા. ત્યાં જ મહિલા પોતાના કપડાં ઉતારવા લાગી.પ્રૌઢ કંઈ સમજે તે પહેલાં જ તેના પેન્ટની ચેઈન મહિલાએ ખોલી નાખેલ. આ દરમિયાન મહિલાએ કોઈને ફોન કરેલો. જે પછી આ બધું ચાલતું હતું ત્યાં જ મહિલાનો પતિ સીધો જ ઘરમાં ઘસી આવ્યો અને રાડારાડી કરવા લાગ્યો. આ તમે શું કરો છો? વગેરે પ્રશ્નો પૂછવા લાગ્યા પ્રૌઢે કહ્યું કે, મેં કાંઇ નથી કર્યું. આ વાતચીત થતી હતી ત્યારે મહિલાના પતિએ કહ્યું કે, અત્યારે તમે અહીંથી નીકળો. હું પછી તમારી સાથે ફોનમાં વાત કરી લઈશ.


વતનની સેવા કરે તે પહેલા જ BSF જવાનનું દિલ બેસી ગયું, ટ્રેનિંગ બાદ હાર્ટએટેકથી મોત


ત્યાર બાદ તે દિવસે સાંજે 4 વાગ્યે આરોપીનો ફોન આવેલ. તેણે કહ્યું કે, આવો આપણે બેસીને વાત કરી લઈએ. પણ હું ગભરાયેલ હોવાથી ન ગયો. બીજા દિવસે બપોર પછી ફરી કોલ આવેલ. જેમાં આરોપી મહિલાના પતિએ કહ્યું કે, અમારે તમારી ઉપર દુષ્કર્મનો પોલીસ કેસ કરવો છે. જે પછી તા.3/11ના સાંજે સાતેક વાગ્યે ફરિયાદીને ફોન આવતા આરોપીએ રૂ.30,000ની માંગણી કરેલ અને મેં રૂ.20,000 આપવાનું કહેતા જસદણ જયદીપ ચોક માં રૂ.20,000 આરોપીને આપ્યા હતા. આરોપીએ તે સમયે કહેલું કે, મારો ફોન તમને હવે નહીં આવે


ત્યાર બાદ તા.25/11/2023ના બપોર પછી ત્રણેક વાગ્યે મને આ આરોપીનો ફોન આવેલ પણ મેં રિસીવ કર્યો નહોતો. પછી સાંજે સાતેક વાગ્યે ફોન આવેલ. ત્યારે રિસીવ કરતા આ આરોપીએ કહ્યું કે, પૈસા ઓછા થાય છે. તારે રૂ.4 લાખ આપવા પડશે. નહિતર તારા ઉપર બળાત્કારની ફરીયાદ કરીશું અને તું આ પહેલો નથી. આ તું ચોથો છો. તારી પહેલા ઘણાયે પૈસા આપીને પૂરું કરેલ છે.


કળિયુગનો શ્રવણ : પિતાની પુણ્યતિથિએ ગામના 1000 લોકોને હરિદ્વારની યાત્રા કરાવશે દીકરો


જેથી ફરિયાદીએ આ વાત પોતાના પરિવારના સભ્યોને કરી હતી. ઘરના સભ્યોએ હિંમત આપતા આરોપી પતિ-પત્ની પર ફરિયાદ નોંધાવી હતી જસદણ પોલીસે આઇપીસી 388, 389, 120 બી મુજબ ગુનો નોંધી દંપતીને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે....


બીજા કેટલા લોકોને આવી રીતે ફસાવ્યા છે ?
આરોપી દંપતીને અટકાયતમાં લઈ તેના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ કરી છે. હાલ ફરિયાદી પાસેથી આરોપી સાથેની વાતચીતના રેકોર્ડિંગ કબ્જે કરાયા છે. આક્ષેપ મુજબ આરોપીએ ઘણાય લોકો સાથે આ પ્રમાણે પૈસા પડાવ્યા હોવાની ચર્ચા છે જેથી તપાસમાં મુખ્યત્વે એ જ દિશામાં પૂછપરછ થશે કે આરોપીઓએ અગાઉ બીજા કેટલા લોકો હનીટ્રેપમાં ફસાવ્યા હતા કે કેમ ? તેની તપાસ હાથ ધરાઈ છે.


ગુજરાત સરકારની આ સૂચનાઓથી સાવધાન, નહિ તો કોરોના જેવા હાલ ફરી થશે