ઝી મીડિયા/બ્યૂરો :પોતાના ઉમેદવારોની જાહેરાત સાથે હવે ભાજપ મેદાનમાં આવ્યું છે. સૌથી પહેલા ભાજપ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના 18 વોર્ડના તમામ ઉમેદવારોની યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યા છે. રાજકોટના ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા આ નામોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના ઉમેદવારોમાં યુવાનોની સાથે મહિલાઓને પણ તક આપવામાં આવી. જેમાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ટિકિટ આપવામાં આવી છે. જોકે, પૂર્વ મેયર બીના આચાર્યને પણ ટિકિટ આપવામાં ન આવી. આ યાદીમાં 22 કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા છે. 50 જેટલા નવા ચહેરા મૂકવામા આવ્યા છે. બાકીના તમામ ઉમેદવારો નવા છે. એટલે કે પક્ષે અનેક નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. તો આ સાથે જ રાજકોટ ભાજપમાં નારાજગીના સૂર ઉઠ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા કયા વોર્ડમાં નવા ચહેરા
ભાજપે અનેક વોર્ડમાં કોર્પોરેટરની ટિકિટ કાપી છે. જેમાં કેટલાક કોર્પોરેટ નવા આવ્યા છે. આખેઆખી પેનલ સાફ થઈ ગઈ છે. આ વખતે અનામતનું રોટેશન આવ્યું છે જેમાં સમીકરણ ગોઠવવા માટે અનેક કોર્પોરેટરની ટિકિટ કાપવામાં આવી છે. અનેક જગ્યાએ સામાન્ય બેઠક અનામતમાં કન્વર્ટ થઈ છે. લગભગ અનેક મહાનગરપાલિકામાં આ નિયમ લાગુ પડશે. જેથી 50 ટકાથી કોર્પોરેટર રિપીટ ન થાય તેવુ જોવા મળશે. રોટેશન અને ભાજપના ત્રણ નવા નિયમોને કારણે અનેક કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે. જેમાં 5, 7 અને 8 નંબરના વોર્ડમાં ચારેય કોર્પોરેટરના પત્તા કપાયા છે. અહી નવા ચહેરાઓને સ્થાન અપાયું છે.  





રાજકોટના ઉમેદવારોનું નવાજૂની 


  • વોર્ડ નંબર 1માં એક કોર્પોરેટર રિપીટ, તો વોર્ડ નંબર 1માં મહિલા કોર્પોરેટરના પતિને મળી ટિકિટ

  • વોર્ડ નંબર 2માં ત્રણ કોર્પોરેટર રિપીટ કરાયા 

  • વોર્ડ નંબર 4 માં અશ્વિન મોલીયા ટિકિટ કપાઈ

  • વોર્ડ નંબર 5 માં ચારેય કોર્પોરેટરની ટિકિટ કપાઇ

  • વોર્ડ નંબર 6 માં દેવુ જાદવ રિપીટ કરાયા, તો અન્ય ત્રણ કોર્પોરેટરની ટિકિટ કપાઇ

  • વોર્ડ નંબર 7 માં ચારેય કોર્પોરેટરની ટિકિટ કપાઇ, કશ્યપ શુક્લના બદલે નેહલ શુક્લને મળી ટિકિટ

  • વોર્ડ નંબર 8 અને 9 માં ચારેય કોર્પોરેટક કપાયા, નવા ચહેરાને સ્થાન અપાયું 

  • વોર્ડ નંબર 9માં પુષ્કર પટેલ રિપીટ કરાયા, તો અન્ય ત્રણની ટિકિટ કપાઇ

  • વોર્ડ નંબર 10 માં ત્રણમાંથી એક કોર્પોરેટરને રિપીટ કરાયા

  • વોર્ડ નંબર 13 માં બે કોર્પોરેટર રિપીટ કરાયા 

  • વોર્ડ નંબર 14 માં એક કોર્પોરેટર જ રિપીટ કરાયા, ત્રણની ટિકિટ કપાઇ


ટિકિટ ન મળતા અનિલ જોશીની રાજીનામાની ચીમકી 
રાજકોટ ભાજપમાં ટિકિટ ન મળતા નારાજગીનો દોર શરૂ થયો છે. જેમાં વોર્ડ નંબર 14ના પ્રમુખ અનિલ જોશીએ પક્ષમાંથી રાજીનામા આપવાની ચીમકી આપી છે. ટિકિટ ન મળતા અનિષ જોશી નારાજ થયા છે. તેઓ ચાલુ પત્રકાર પરિષદમાં અપશબ્દો બોલીને ત્યાંથી નીકળી ગયા ન હતા. તો શહેર કાર્યાલય ખાતે અનેક કાર્યકરો પણ નારાજ જોવા મળ્યા છે.