રક્ષિત પંડ્યા/રાજકોટ :3 અને 4 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડા (Cyclone Nisarg) ની અસર જોવા મળશે. આ અસરને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વરસાદની આગાહી પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને બે દિવસ જણસી લઈને ન આવવા તાકીદ કરવામાં આવ્યા છે. 


STના ડ્રાઈવર્સને સૂચના, ‘વાવાઝોડું દેખાય તો બસ સેફ જગ્યાએ રોકી દેવાની...’ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.કે સખીયાએ જણાવ્યું કે, રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને બે દિવસ જણસી લઈને ના આવવા તાકીદ કરવામાં આવ્યા છે. ખાસ જો જણસીની વાત કરીએ તો યાર્ડ ખાતે ખેડૂતોએ ઘઉં, મગફળી, કપાસ અને ચણા સહિતની આવકો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ખુલ્લા પ્લેટફોર્મમાં માલ રાખવામાં આવ્યો છે. જેથી વરસાદમાં કોઇ પણ જણસીને નુકસાન ન પહોંચે તે પ્રકારે તૈયારી કરવામાં આવી છે.


નિસર્ગની અસર : 50 હજારથી વધુ લોકોનું કોરોનાની ગાઈડલાઈન મુજબ સ્થળાંતર કરાયું 


ઉલ્લેખનીય છે કે, રાજકોટ માર્કેટ યાર્ડમાં શેડ બનાવવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. છતાં હજુ સુધી ગ્રાન્ટ ન મળતા શેડની સુવિધા મળી શકી નથી. જો કે રૂપિયા 25 કરોડની ગ્રાન્ટ ટૂંક સમયમાં મળી જશે તેવી ખાતરી યાર્ડના ચેરમેન આપી છે. જે ગ્રાન્ટ આવ્યા બાદ શેડ બનાવી આપવામાં આવશે. એકવાર શેડ બની જાય તો બાદમાં યાર્ડમાં માલ પલળી જવાની કોઈ ભીતિ જણાશે નહિ. પરંતુ હાલ વરસાદની આગાહીને પગલે આવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ખેડૂતોના માલ પલળતા અટકાવી શકાય.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર