• રાજકોટના 194 તબીબી શિક્ષકો પડતર માંગણીઓ મુદ્દે હડતાળના માર્ગે

  • મેડિકલ કોલેજમાં મળેલ બેઠકમાં આંદોલનનો નિર્ણય

  • 2012 થી તબીબી શિક્ષકોની અનેક પડતર માંગણીઓ


ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ પી.ડી.યુ મેડિકલ કોલેજના પ્રોફેસરો પડતર માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. કોરોના વોરિયર્સ તબીબી શિક્ષકોએ પડતર માંગણીઓ લઇ સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવવા એલાન કરવામાં આવ્યું છે. આજે મેડિકલ કોલેજ ખાતે તબીબી શિક્ષકો એકઠા થઇ આંદોલન માટે ચર્ચા કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ મેડિકલ કોલેજના પ્રોફેસર અને આંખના ડૉ. કમલ ડોડીયા જણાવ્યું હતું કે, તબીબી શિક્ષકો કે જેઓ GPSC પાસ થયા બાદ પણ તેઓને સેવા વિનિમિત કે સળંગ સેવામાં લેવામાં આવ્યા નથી. જેથી તેઓને પેન્શન મળવા પાત્ર હોવા છતાં પેન્શન નહિ મળે. વર્ષ 2012માં રાજ્ય સરકારે 6 માસમાં પ્રશ્ન ઉકેલવા બાયંધરી આપવામાં આવી છતાં આજે 9 વર્ષ થયાં બાદ પણ નિર્ણય અદ્ધરતાલ છે. અને આ સાથે સરકાર દ્વારા ડિપાર્ટમેન્ટલ પ્રમોશન પણ આપવામાં આવતું નથી. 


આ પણ વાંચો : ગુજરાતના આ ગામમાં 20 દિવસમાં કોરોનાથી 90 મોત, હૃદય કંપી ઉઠે તેવી સ્થિતિ


હાલ તબીબી શિક્ષકો જ હડતાળમાં જોડાશે તેવું એલાન કરવામાં આવ્યું છે. જો સરકાર માંગણી નહિ સંતોષાય તો 300 રેસિડેન્ટ તબીબ અને 152 જેટલા બોન્ડેડ મેડિકલ ઓફિસર્સ પણ હડતાળમાં જોડાશે. જે અંગે ટુક સમયમાં આવતા દિવસોમાં નિણર્ય લેવામાં આવશે.


આ પણ વાંચો : ગુજરાતના આ જિલ્લામાં  7 દિવસ બાદ મળે છે RTPCR ટેસ્ટનો રિપોર્ટ, ત્યાં સુધી તો...