હિરોઈન બનવા રાજકોટની 15 વર્ષની કિશોરી ઘરમાંથી ભાગી, મુંબઈ પહોંચવા સોનાની બુટ્ટી પણ વેચી
- મુંબઈ પહોંચેલી કિશોરી ફિલ્મ સિટીના મેનેજર અને રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ચેતન રામાણીની મદદથી ઘરે પરત આવી
- 8 ફેબ્રુઆરીએ માયા ખિસ્સામાં 500 રૂપિયા લઈને ઘરમાંથી સુરત જવા નીકળી પડી હતી. આધાર કાર્ડ ન હોવાથી તેને ટ્રેનમાં ટિકિટ ન મળી
ઉદય રંજન/અમદાવાદ :ફિલ્મો જોઈને તેમની જેમ સ્ટાર બનાવાની લાલસા અનેક લોકોમાં જાગે છે. કેટલાક લોકો બોલિવુડમાં જઈને પોતાનું નસીબ અજમાવે છે. પરંતુ દરેકને એ સફળતા મળતી નથી. આવામાં હવે ટીનેજર્સ પણ સ્ટાર્સ બનાવાના રવાડે નીકળી પડે છે. પરંતુ આ શોખમાં તેઓ ક્યારેક ન કરવાનું કરી બેસે છે. ફિલ્મમાં કામ કરવાની લ્હાયમાં રાજકોટની 15 વર્ષની કિશોરી ઘર છોડીને મુંબઈ પહોંચી ગઈ હતી.
"મેં ભી માધુરી દિક્ષીત બનના ચાહતી હૂં... " એવી ફિલ્મ થકી એક્ટ્રેસ બનવાની ઈચ્છા ધરાવનાર યુવતીઓના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ત્યારે આવુ જ રાજકોટની 15 વર્ષની કિશોરી સાથે થયું છે. રાજકોટની 15 વર્ષીય કિશોરી માયાએ (નામ બદલ્યું છે) ફિલ્મમાં કામ કરવા માટે પોતાનું ઘર છોડ્યું હતું. તો માત્ર 500 રૂપિયા લઈને મુંબઈ જવા નીકળી હતી. દીકરી ગુમ થતા તેના પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મુંબઈ પહોંચેલી કિશોરી ફિલ્મ સિટીના મેનેજર અને રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ચેતન રામાણીની મદદથી ઘરે પરત આવી હતી.
આ પણ વાંચો : શનિવારની સવારે આ 3 વસ્તુ દેખાય તો તમારું ભાગ્ય ચમકી જશે
પ્રાપ્ત માહિતી અનુસાર, 15 વર્ષીય માયા ધોરણ 11માં ભણે છે અને NCC કેડેટ પણ છે. 8 ફેબ્રુઆરીએ માયા ખિસ્સામાં 500 રૂપિયા લઈને ઘરમાંથી સુરત જવા નીકળી પડી હતી. પરંતુ આધાર કાર્ડ ન હોવાથી તેને ટ્રેનમાં ટિકિટ મળી ન હતી. તેથી તે બસમાં બેસીને રાજકોટથી સુરત પહોંચી હતી. સુરતમાં પહોંચતા તેની પાસે માત્ર 6 રૂપિયા બચ્યા હતા. આખરે તેણે પોતાની સોનાની બુટ્ટી વેચી દીધી હતી. સુરતથી તે મુંબઈ પહોંચી હતી. જ્યાંથી તે ફિલ્મ સ્ટુડિયોમાં ગઈ હતી. હિંમત કરીને રાજકોટથી એકલી મુંબઈ પહોંચેલી કિશોરી ફિલ્મ સ્ટુડિયોમાં ઓડિશન આપવા પહોંચી ગઈ હતી. પરંતુ ફિલ્મ સ્ટુડિયોના સંચાલક કિશોરીની મદદે આવ્યા હતા. કિશોરીએ તેમને કહ્યું હતું કે તે એક્ટ્રેસ બનવા માટે રાજકોટથી મુંબઈ આવી છે. તે જાણીને તેમણે કિશોરીને જમાડી હતી. એટલુ જ નહિ, કિશોરી પાસેથી તેના ઘરનો નંબર લઈને તેના પરિવારનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો : શિકારીનો ચોંકાવનારો ખુલાસો, ગીરમાં સિંહ બાળની હત્યા કરીને તેના અંગો વેચ્યા હતા
તો બીજી તરફ, 8 ફેબ્રુઆરીથી ગુમ દીકરીને શોધવા પરિવારે આકાશપાતાળ એક કરી દીધા હતા. કિશોરી બૂક લેવાના બહાના ઘરેથી નીકળી હતી, તેથી પરિવારે તેના ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસ પણ કિશોરીનો શોધવા માટે દોડતી થઈ હતી. આખરે દીકરી ઘરે આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
કિશોરીને રસ્તમાં અનેક કડવા અનુભવો થયા હતા. એકલી જોઇને સુરત, મુંબઇમાં કેટલાક શખ્સોએ તેના પર નજર બગાડી હતી. પરંતુ કિશોરી કરાટે ચેમ્પિયન હોવાથી એવા શખ્સોને બરાબરનો પરચો આપ્યો હતો તેવુ તેણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : ટિકિટ ન મળતા કોંગ્રેસની મહિલા નેતાઓનો પારો સાતમા આસમાને ચઢ્યો, કંઈક નવાજૂની કરશે