શનિવારની સવારે આ 3 વસ્તુ દેખાય તો તમારું ભાગ્ય ચમકી જશે

Updated By: Feb 13, 2021, 10:20 AM IST
શનિવારની સવારે આ 3 વસ્તુ દેખાય તો તમારું ભાગ્ય ચમકી જશે
  • હનુમાનજીના ભક્તોને શનિદેવને કોઈ કષ્ટ પહોંચાડતા નથી
  • શનિવારની સવારે આ 3 વસ્તુઓ દેખાવાનો મતલબ છે કે, તમારા પર શનિદેવની અપાર કૃપા છે

ઝી મીડિયા/બ્યૂરો :શનિવારનો દિવસ હનુમાનજીની સાથે સાથે ન્યાયના દેવતા શનિદેવનો દિવસ પણ ગણાય છે. તેથી મોટાભાગના લોકો એવો પ્રયાસ કરે છે કે, શનિવારે તેમનાથી કોઈ ભૂલ ન થાય અને શનિદેવની કૃપા તેમના પર બની રહે. તેનું  કારણ એ છે કે, શનિ અને શનિવારને લઈને લોકોના મનમાં અનેક પ્રકારની શંકાઓ થતી હોય છે અને અનેક લોકો તો શનિવારના દિવસને શુભ માનતા નથી. પરંતુ હકીકત એ છે કે, શનિદેવ માત્ર ભૂલોથી સજા આપે છે અને ગરીબો તથા વૃદ્ધો સાથે સારો વ્યવહાર કરનારા લોકોને સારું ફળ આપે છે. એટલુ જ નહિ, હનુમાનજીના ભક્તોને શનિદેવને કોઈ કષ્ટ પહોંચાડતા નથી. તેથી શનિવારના દિવસે શનિદેવની સાથે સાથે હનુમાનજીની પૂજા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. 

શનિવારે આ 3 વસ્તુઓ જોવી શુભ ગણાય છે
ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો શનિવારના દિવસે સવાર-સવારમાં તમને જો આ 3 વસ્તુઓ દેખાઈ જાય છે તો સમજો કે તમારો શનિવાર બહુ જ શુભ થવાનો છે. શનિવારની સવારે આ 3 વસ્તુઓ દેખાવાનો મતલબ છે કે, તમારા પર શનિદેવની અપાર કૃપા છે. 

આ પણ વાંચો : શિકારીનો ચોંકાવનારો ખુલાસો, ગીરમાં સિંહ બાળની હત્યા કરીને તેના અંગો વેચ્યા હતા 

નિર્ધન કે ગરીબ વ્યક્તિ
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, શનિવારની સવારે જો કોઈ નિર્ધન વ્યક્તિ કે ભીખારી તમારા દરવાજા પર આવે છે કે પછી જો તમને રસ્તા પર જતા સમેય કોઈ ભીખારી દેખાય છે તો તમે તેને શુભ સંકેત માનવામાં આવે છે. શનિવારના દિવસે નિર્ધન વ્યક્તિને દાન આપીને તેની મદદ અવશ્ય કરો. આવુ કરવાથી શનિદેવ તમારાથી પ્રસન્ન થશે અને તમારા ભાગ્યને વધુ સારુ બનાવશે. પરંતુ શનિવારના દિવસે ભૂલથી પણ કોઈ ગરીબ કે ભીખારીનો નિરાદર ન કરો. નહિ તો શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.

સફાઈ કર્મચારી
જો શનિવારની સવારે જો તમને રસ્તા પર સફાઈ કર્મચારી ઝાડુ લગાવતા નજરે પડી જાય તો તેને શુભ સંકેત તરીકે જુઓ. આ દરમિયાન સફાઈ કર્મચારીને કેટલાક રૂપિયા કે પછી કાળા રંગનું કપડુ જરૂર આપો. આવુ કરવાથી શનિદેવની કૃપા તમારા પર વરસી શકે છે. આવુ કરવાથી જે કામ માટે તમે ઘરથી બહાર નીકળો છો તો તેમાં તમને સફળતા મળી શકે છે. આ ઉપરાંત તમારા તમામ કામ નિર્વિધ્ન રીતે પૂરા થઈ શકે છે.

આ પણ વાંચો : ટિકિટ ન મળતા કોંગ્રેસની મહિલા નેતાઓનો પારો સાતમા આસમાને ચઢ્યો, કંઈક નવાજૂની કરવાના એંધાણ

કાળો કૂતરો
શનિવારે કાળો કૂતરો દેખાઈ જાય તો પરેશાન થવાના બદલે ખુશ થવુ જોઈએ. કેમ કે, આ કોઈ તકલીફનું નહિ પરંતુ શુભ અને મંગળકારી સંકેત છે. કૂતરો શનિદેવનું વાહન છે અને શનિવારે જો તમને કાળો કૂતરો દેખાય તો તેને તેલ કે ઘી લગાડેલી રોટલી કે બિસ્કીટ વગેરે જરૂર આપો. તેનાથી ન માત્ર શનિદેવ, પરંતુ રાહુ-કેતુ પણ પ્રસન્ન થાય છે.