ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ શ્રી હરિ સોસાયટીમાં સૂચિતની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરી સ્કૂલ ધમધમતી હોવાનું સામે આવ્યું છે. ત્રણ માળનું બિલ્ડીંગ ખડકી દેવાયું તેમ છતાં RMC તંત્ર અજાણ રહ્યું હતું. જયકિશન સ્કૂલ બિલ્ડીંગનું BU પરમીશન અને ફાયર NOC ન હોવા છતાં 100 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વિવાદિત સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા દ્વારા મે, 2023માં નોટિસ આપી હતી જોકે પછી કોઈ કાર્યવાહી નહિ થતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામ અંગે RMC દ્વારા નોટિસ ફટકારી 7 દિવસમાં પુરાવાઓ આપવાનો સમય આપવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હજું નવરાત્રીમાં ક્યાં પડશે વરસાદ; કયા વિસ્તારોમાં થશે બંધ? જાણો આગાહી


  • રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો..

  • મનસુખ સાગઠિયાએ નોટિસ ફટકારી, ડીમોલેશન અટકાવનાર કોણ ?..

  • શું તંત્ર અગ્નિકાંડની રાહ જોઈ બેઠું હતું ?..

  • ZEE 24 કલાકના અહેવાલ બાદ RMC તંત્ર થયું દોડતું અને ફટકારી નોટિસ..


હવે ઘર ભાડે આપવું મુશ્કેલ બની જશે? સરકારે ભાડાની આવકના નિયમોમાં કર્યો ફેરફાર


રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી શ્રી હરિ સોસાયટીમાં ચાલતી જયકિશન સ્કૂલ વિવાદમાં આવી છે. શ્રી હરિ સોસાયટીમાં સૂચિત પ્લોટમાં જય કિશન સ્કૂલના સંચાલક મિલન વેકરિયા અને ટ્રસ્ટી ગોવિંદ વિરડીયાએ 260 સ્કવેર ફૂટમાં ગેરકાયદેસર બાંધકામ કરી દીધું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ત્રણ માળનું બિલ્ડીંગ ખડકી દીધા બાદ BU પરમીશન કે ફાયર NOC લીધા વગર જ સ્કૂલના બિલ્ડીંગનો ઉપયોગ કરવાનો શરૂ કરી દિધો હતો. 


RMCના અધિકારીઓને ગેરકાયદેસર બિલ્ડીંગ છે તેવી જાણ નથી અથવા તો અજાણ છે તેવું પણ નથી. ગત વર્ષે 23 મે, 2023ના વિવાદિત સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા દ્વારા નોટિસ ફટકારી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો હુકમ પણ કર્યો હતો. જોકે ત્યારબાદ આ ગેરકાયદેસર બાંધકામ રાજકીય ભલામણને કારણે રોકી દેવામાં આવ્યું હતું. વહીવટ સાગઠિયા દ્વારા કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ ફરી એક વખત RMC દ્વારા 260(2) મુજબ ગેરકાયદેસર બાંધકામને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. 


Bigg Boss 18: દયા ભાભીએ રૂપિયાને મારી લાત, દીપિકાથી 4 ગણી ફી ઓફર છતાં પાડી દીધી ના


Zee 24 કલાકની ટીમ ગેરકાયદેસર બાંધકામ વાળી સ્કૂલે પહોંચી ત્યારે સ્કૂલ સંચાલક લાજવાને બદલે ગાજયો હતો અને આખું મવડી વિસ્તાર સૂચિતમાં જ છે તેવું કહી અહીં થી નીકળો તેવું વર્તન કર્યું હતું. જોકે સ્કૂલનું ગેરકાયદેસર બિલ્ડિંગમાં વર્ગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના સામે આવતા જ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આજે જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે તપાસ શરૂ કરી હતી. જે જગ્યાની મંજૂરી છે તેને બદલે ગેરકાયદેસર બાંધકામ વાળા બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો. BU પરમિશન વગર ધમધમતી આ મોતના માચડા સમાન સ્કૂલ પાસે ફાયર NOC પણ નથી અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહી હોવાનું સામે આવ્યું છે.


કેમ વનવાસમાં પાંડવોને નહોંતું ખૂટતુ ભોજન? જાણો યુધિષ્ઠિર પાસે એવું કયું પાત્ર હતું?


જોકે સ્કૂલના સંચાલક મિલન વેકરિયા છે પરંતુ આ સ્કૂલનું ટ્રસ્ટ છે તેના ટ્રસ્ટી ભાજપના આગેવાન ગોવિંદ વિરડીયા હોવાનું સામે આવ્યું છે. ગોવિંદ વિરડીયા ભાજપના આગેવાન હોવાનું ખુદ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીએ પણ ટેલિફોનિક સ્વીકાર્યું હતું. શું ભાજપના નેતાની સ્કૂલ હોઈ તો ગેરકાયદેસર બિલ્ડીંગ સૂચિત પ્લોટમાં બનાવી સ્કૂલ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. જોકે RMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર સી.કે.નંદાણીએ કહ્યું હતું કે, અગાઉ આ મિલકતને 260(2) મુજબ નોટિસ ફટકારી હતી. આજે અમે સ્થળ મુલાકાત કરી હતી. ગેરકાયદેસર બાંધકામ કરી બિલ્ડીંગ બનાવ્યું હોવાથી ફરી નોટિસ ફાયકારવામાં આવી છે. 7 દિવસમાં શા માટે ડીમોલેશન ન કરવું તેના પુરાવા રજૂ કરવાના રહેશે. દોઢ વર્ષ પહેલાં 23 મે, 2023ના TP શાખા દ્વારા નોટિસ આપી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું સ્વીકારું છું. આજે નોટિસ આપી પાણીનું કનેક્શન, ડ્રેનેજ કનેક્શન અને લાઈટનું કનેક્શન કાપવામાં આવશે. ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તો દૂર કરવામાં જ આવશે.


આલિયાની 'અલ્ફા' ક્રિસમસ પર થશે રિલીઝ, ફિલ્મમાં એક્શન જોઈને લોકોના રુંવાડા ઉભા થઈ જશે


સ્કૂલની જમીનના માલીક કોણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર બાંધકામ છે તો તોડવું જ પડશે. એટલું જ નહીં રાજકોટના પશ્ચિમ ઝોન વિસ્તારમાં 50 એવી મિલકતો છે જેને 260(2)ની નોટિસો ઇસ્યુ કરી અને પછી ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા નથી. રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાંટી નીકળવા પાછળ માત્ર વિવાદિત સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા જ જવાબદાર નથી. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની ચેર પર બેઠેલા પદાધિકારીઓ ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો આવે એટલે અમે કાંઇ જાણતા નથી તેવું કહી છટક બારી ગોતી લે છે. કારણ માત્ર એટલું જ છે કે, ભાજપના કાર્યકર તરીકે કયાંય જોડાયેલા લોકો જ ગેરકાયદેસર બાંધકામો અને ગેરકાયદેસર ધંધાઓ સાથે જોડાયેલા હોઈ છે એટલે રાજકીય રીતે આ મુદ્દો મોટો ન બને તેથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે. 


રોકાણકારો માટે આ અઠવાડિયું દુઃસ્વપ્ન સાબિત થયું, 16 લાખ કરોડનું નુકસાન થયું


TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ નેતાઓ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી અધિકારીઓ પર ઢોળી રહ્યા છે અને અધિકારીઓ અંતે જેલની હવા ખાતા જોવા મળે છે. તાજેતરમાં જ 8 ગરીબોમાં ઝુંપડા પર બુલડોઝર ફેરવી વાહવાહી મેળવતા નેતાઓ હવે આ ભાજપ આગેવાનના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી બતાવે છે કે નહીં તે જોવું રહ્યું.