રાજકોટ : રોજ 50-60 કિલો વજન ઉંચકનાર રેપિસ્ટ દારૂના નશામાં બાળકીને ગાદલા સાથે ઉંચકીને લઈ ગયો
રાજકોટ (Rajkot) માં 8 વર્ષની બાળા પર થયેલા દુષ્કર્મ બાદ રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો. રાજકોટ પોલીસે 22 વર્ષનો આરોપી હરદેવ (Rapist) ને આજે મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. આરોપીએ પોલીસ પૂછપરછમાં કહ્યું હતું કે, તેણે ચિક્કાર દારૂ પીધો હતો, અને બાળકીને જોઈને તેના મનમાં હવસનો કીડો (RIP Humanity) પેદા થયો હતો, તેથી તેણે બાળકી સાથે બળાત્કાર કર્યો હતો.
રાજકોટ :રાજકોટ (Rajkot) માં 8 વર્ષની બાળા પર થયેલા દુષ્કર્મ બાદ રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો. રાજકોટ પોલીસે 22 વર્ષનો આરોપી હરદેવ (Rapist) ને આજે મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. આરોપીએ પોલીસ પૂછપરછમાં કહ્યું હતું કે, તેણે ચિક્કાર દારૂ પીધો હતો, અને બાળકીને જોઈને તેના મનમાં હવસનો કીડો (RIP Humanity) પેદા થયો હતો, તેથી તેણે બાળકી સાથે બળાત્કાર કર્યો હતો.
સપ્તપદીના ફેરા ફરતા જેઓએ આજીવન સાથ નિભાવવાના વચન આપ્યા હતા, તેઓએ સાથે દેહ છોડ્યો...
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે માહિતી આપી હતી કે, અમે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે અમે રાહતનો શ્વાસ લીધો હતો. અમારા અધિકારીઓએ ઊંઘ પણ પૂરી ન કરી, અને આરોપીને પકડી પાડ્યો હતો. આખરે 22 વર્ષનો આરોપી હરદેવ મરશુભાઈ પકડાયો હતો. તે આ વિસ્તારમાં પોતાના ભાઈ-ભાઈ સાથે રહે છે. અને ફર્નિશની ફેક્ટરીમાં કામ કરે છે. દારૂ અને ચરસનો નશો કરીને નરાધમે રાજકોટમાં આઠ વર્ષની બાળકીને પીંખી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણે ગુનો કબૂલવાની ના પાડી હતી. પોલીસ તપાસમાં નરાધમ હરદેવે પોતાનો ગુનો કબૂલ્યો હતો. ડોગસ્કોડ, ફોરેન્સિક સાયન્સ રિપોર્ટ, સીસીટીવી બધુ જ ચકાસીને અમે તપાસમાં કોઈ જ કચાશ બાકી રાખી ન હતી. યુવકના શર્ટ પર લોહીના ડાઘા પણ મળ્યા છે. તેનો ડીએનએ ટેસ્ટ કરાવીશું, જેથી શક્ય એટલા મજબૂત પુરાવા તેની વિરુદ્ધ મળી શકે.
અમદાવાદમાં 21 નવેમ્બરે રસ્તા પર કેવી રીતે મોતની બસ દોડી, તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું
રોજ વજન ઉંચકતો હરદેવ બાળકીને ગાદલા સાથે ઉંચકી લઈ ગયો
પોલીસે જણાવ્યું કે, અમે પૂછપરછમાં હરદેવને પૂછ્યું કે, તારો કદકાઠી તો એટલી નથી કે, તુ 25-30 કિલોની બાળકીને ગાદલા સાથે ઊંચકી શકે. ત્યારે તેણે કહ્યું હતું કે, હું ફર્નિશની ફેક્ટરીમાં રોજ 50-60 કિલો વજન ખભા પર ઉંચકીને જાઉં છું. આરોપીએ એટલો દારૂ પીધો હતો, કે તે હોંશમાં જ ન હતો.
હરદેવના અંતવસ્ત્રો પર લોહીના ડાઘ હતા
હરદેવના પકડાયા બાદ પોલીસે તેને સંપૂર્ણ તપાસ કરી હતી. જેમાં અંતવસ્ત્રોની પણ ચકાસણી કરી હતી. જેના કપડા પર લોહીના ડાઘ હતા. ત્યારે એફએલએલની ટીમે બાળકીનું બ્લડ ચેક કરતા હરદેવના અંતવસ્ત્રમાં રહેડા ડાઘા સાથે મેચ થયું હોવાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું હતું. આખરે હરદેવે પણ ગુનો કબૂલ્યો હતો.
આજના સૌથી મોટા સમાચાર : લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર થયું....
પોતે જ્યાં દારૂ પીતો ત્યાં બાળકીને લઈ ગયો
હરદેવે કબૂલ્યું કે, દારૂબંધી હોવાથી તે છૂપાઈને પુલિયા નીચે દારુ પીતો હતો. તેથી તે બાળકીને પણ ઉંચકીને એ જ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યા તેનો બળાત્કાર કર્યો હતો. જોકે, હરદેવ નશાનો આદિ હોઈ બગીચા પાસે જ પડ્યોપાથર્યો રહેતો હતો, તેથી તેની નજર બાળકી પર પડી હતી. માતા પાસે સાઈડમાં સૂતેલી બાળકીને જોઈને તેના મનમાં હવસનો કીડો સળળ્યો હતો. તે બાળકીને ઉઠાવવા તેની પાસે ગયો હતો, પરંતુ ત્યાં કૂતરા ભસવા લાગ્યા હતા. તેથી તેણે લગભગ અડધો કલાક સુધી ત્યા જ બેસી રહીને રાહ જોઈ હતી. જ્યારે કૂતરા ત્યાંથી ખસ્યા ત્યારે તે હળવેકથી જઈને બાળકીને ઉપાડી લાવ્યો હતો.
પોલીસ ટીમને ઈનામ અપાયું
ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી શકનાર રાજકોટ પોલીસે બહાદુરીનું કામ કર્યું હતું. રાજકોટ પોલીસે ટીમ વર્કથી આરોપીને દબોચ્યો હતો, તેથી રાજકોટ પોલીસ દ્વારા પોતાના સ્ટાફને ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. કન્ટ્રોલ રૂમની ટેકનિકલ ટીમ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા પોલીસ અધિકારીઓની ટીમને અલગ અલગ ઈનામની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ આ બનાવ બાદ રાજકોટ પોલીસે કહ્યું કે, આજથી અમે સતત 10 દિવસ સુધી દારૂના વેચાણ પર ચાંપતો બંદોબસ્ત રાખીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube