આજના સૌથી મોટા સમાચાર : લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર થયું....

જેની રાજ્યભરના યુવકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ઘડી આજે આવી ગઈ છે. 1 ડિસેમ્બરે આજના સૌથી મોટા સમાચાર અને ખુશખબર એ છે કે, લોકરક્ષક દળ (LRD Exam) ની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. બિન હથિયારી, હથિયારી અને જેલ સિપાહીની ભરતીનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 8,135 ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ જાહેર થયું છે. બિન હથિયારીમાં 2620 ઉમેદવાર, હથિયારીમાં 4998 ઉમેદવારો અને જેસ સિપાહીમાં 517 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે. પાસ થયેલા તમામ ઉમેદવારોને જે-તે જિલ્લામાં નિયુક્તિ પત્ર આપવામાં આવશે. જેના બાદ જ 8135 યુવક યુવતીઓની તાલીમ શરૂ થશે અને ત્યાર બાદ રાજ્યની સુરક્ષામાં આ ઉમેદવારો જોડાશે.
આજના સૌથી મોટા સમાચાર : લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર થયું....

હિતલ પારેખ/ગાંધીનગર :જેની રાજ્યભરના યુવકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ઘડી આજે આવી ગઈ છે. 1 ડિસેમ્બરે આજના સૌથી મોટા સમાચાર અને ખુશખબર એ છે કે, લોકરક્ષક દળ (LRD Exam) ની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. બિન હથિયારી, હથિયારી અને જેલ સિપાહીની ભરતીનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 8,135 ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ જાહેર થયું છે. બિન હથિયારીમાં 2620 ઉમેદવાર, હથિયારીમાં 4998 ઉમેદવારો અને જેસ સિપાહીમાં 517 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે. પાસ થયેલા તમામ ઉમેદવારોને જે-તે જિલ્લામાં નિયુક્તિ પત્ર આપવામાં આવશે. જેના બાદ જ 8135 યુવક યુવતીઓની તાલીમ શરૂ થશે અને ત્યાર બાદ રાજ્યની સુરક્ષામાં આ ઉમેદવારો જોડાશે.

કેવી રીતે જોઈ શકાશે પરિણામ
આજે લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં 8135 ઉમેદવારો પાસ થયા છે. ત્યારે આ પરીક્ષાનું રિઝલ્ટ લોકરક્ષક દળની વેબસાઈટ પરથી જાણી શકશે. 

રિઝલ્ટ જાહેર ન થતા ઉમેદવારો રોષે ભરાયા હતા
લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયા બાદ ગુજરાતના 8,135 ઉમેદવારોને સરકારી નોકરી મળી છે. નિમણૂંક પત્રો મળતાં જ ઉમેદવારોની ટ્રેનિંગ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, લોકરાક્ષકની ભરતીમાં વિલંબના પગલે ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસ ભરતી બોર્ડે આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી માસમાં પરીક્ષા પૂર્ણ કરી હોવા છતા પરિણામ જાહેર કર્યું ન હતું. જેને કારણે લાંબા સમયના વિલંબ બાદ ઉમેદવારો મૂંઝવણમાં મૂકાયા હતા. મુખ્યમંત્રી અને પોલીસ ભરતી બોર્ડને રજુઆત કરવામાં આવી હોવા છતાં પરિણામ જાહેર ન કરતા ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. તેમજ જો સત્વરે પરિણામ જાહેર નહીં કરાય તો ડિસેમ્બરમાં વિધાનસભાનો ઘેરાવો કરવાની
ઉમેદવારોએ ચીમકી પણ આપી હતી. ત્યારે આખરે સરકારે 1 ડિસેમ્બર પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી હતી. 

અંબાજી જતા હોય તો ખાસ વાંચો આ સમાચાર, નહિ તો રસ્તામાં જ અટવાઈ જશો

ગૃહરાજ્યમંત્રીએ તારીખની જાહેરાત કરી હતી 
રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ લોકરક્ષક ભરતીના પરિણામની અને નિમણૂંકની સત્તાવાર જાહેરાત તાજેતરમાં જ  કરી હતી. તેમણે 1 ડિસેમ્બરે પરિણામ રજૂ થશે તેવી જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે સરકારી નોકરીઓમાં ભરતી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા એક લાખથી વધુ લોકોની ભરતી કરવામાં આવી છે. ભાજપની સરકાર આવ્યા બાદ ગૃહ વિભાગમાં ૨૯ હજારથી વધુ છેલ્લા પાંચ વર્ષમાં ભરતી કરવામાં આવી છે. તો શિક્ષણ વિભાગમાં 25284 ભરતી કરાઈ છે. પંચાયત વિભાગમાં પણ મોટાપાયે ભરતી કરવામાં આવી છે. લોકરક્ષક દળના ઉમેદવારોને નિમણૂંક પત્ર પણ આપી દેવાશે. રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 1 લાખ 20 હજારથી વધુ લોકોની ગૃહ વિભાગ પંચાયત વિભાગ અને શિક્ષણ વિભાગમાં ભરતી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news