રાજકોટઃ રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા, જાહેરમાં ન થુંકવા અને સ્મોકિંગ ન કરવા સહિતની સૂચનાઓ આપવામાં આવી છે. પરંતુ ઘણા લોકો કાયદાનું હજુ પાલન કરતા નથી. રાજકોટ શહેરમાં પણ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે જાહેરમાં સીગારેટ પીતા એક વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ શહેરના કોઠારીયા મેઈન રોડ પર નિલકંઠ સિનેમા સામે ખોડિયાર હોટેલ પાસે મનીષ ચૌધરી નામનો શખ્સ માસ્ક ઉતારીને જાહેરમાં સીગારેટ પીતો હતો. ત્યારે ભક્તિનગર પોલીસે તેની વિરુદ્ધ તમાકુ અધિનિયમનો ભંગ કરવા બાબતે 200 રૂપિયા અને માસ્ક ન પહેરવા બાબતે 1000 રૂપિયા એમ કુલ 1200 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આમ રાજકોટમાં જાહેરમાં સીગારેટ પીવાનો પ્રથમ ગુનો નોંધાયો છે. 


પેટા ચૂંટણીમાં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને કોવિડ-19ના દર્દીઓને  ટપાલ મતપત્ર દ્વારા મતદાનની સુવિધા


રાજકોટમાં સંક્રમણ અટકાવવા તંત્ર એલર્ટ
રાજકોટ શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પોલીસ સક્રિય છે. તો રાજકોટ શહેરના પોલીસ કમિશનરે પણ લોકોને અનેક વાર કોરોનાથી બચવા માટે નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube