રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ મનપાની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ આવતીકાલે ફરીથી કોંગ્રેસમાં જોડાશે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ આવતીકાલે અમિત ચાવડા અને હાર્દિક પટેલની આગેવાની કોંગ્રેસમાં જોડાશે. આવતીકાલે શુક્રવારે બપોરે 12 કલાકે અમદાવાદ ખાતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં જોડાશે. પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાવાની છે તેવી ચર્ચાઓ આ વર્ષની શરૂઆતથી જ વહેતી થઈ હતી. ત્યારે આખરે આ નિર્ણય લેવાયો છે. 


રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય, જમીન ખરીદીના નિયમોમાં કર્યો મોટો બદલાવ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ કોંગ્રેસી નેતા ફરીથી કોંગ્રેસમાં જોડાશે તો પક્ષને રાજકોટમાં મોટું પીઠબળ મળી શકે છે. વિદેશથી આવ્યા બાદ તેમને ટેકેદારોએ તેઓને રાજનીતિમાં ફરીથી સક્રિય થવા માંગ કરી હતી. કુંવરજી બાવળિયા સાથેનો તેમનો ખટરાગ વર્ષો જૂનો છે. જેના બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. પરંતુ કુંવરજી બાવળિયા ભાજપમાં જતા રહેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુના કોંગ્રેસમાં આવવાની માંગ મજબૂત બની હતી. 


ઈન્દ્રનીલ રાજ્યગુરુ સક્રિય ન હોવાના કારણે લોકસભામાં કોંગ્રેસનો રાજકોટ બેઠક દેખાવ ખૂબ નબળો રહ્યો હતો. ત્યારથી કોંગ્રેસનું જ એક જૂથ પાર્ટીને ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી કરાવવા માટે રજુઆતો કરી રહ્યું હતું. રાજીનામુ આપવા અંગે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે કોંગ્રેસમાં જૂથ બંધી ચાલી રહી છે. કોંગ્રેસ પક્ષથી નારાજગીને કારણે તેઓએ રાજીનામુ આપ્યું હતું. કોંગ્રેસના પીઢ નેતા અને સૌરાષ્ટ્ર બ્રમ્હસમાજના અગ્રણી ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દેતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેથી આ વર્ષની શરૂઆતમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ પાર્ટીમાં વાપસીની વાતો ફરી ચર્ચામાં આવી હતી. 2017ની વિધાનસભાની ચૂ્ંટણીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા. 


ઈન્દ્રનીલ રાજ્યગુરુનું રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ છે અને ખાસ કરીને રાજકોટ શહેરમાં બ્રહ્મ સમાજમાં તેમની સારી પકડ છે. ઉલ્લેખનીય છે કે 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજ્યગુરુ રાજકોટ પશ્ચિમ બેઠકથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડયા હતા. જોકે તેમની હાર થઈ હતી. મહત્વનું છે કે કોંગ્રેસની સીનિયર નેતાઓની છેલ્લા કેટલાક સમયથી નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ જાહેરમાં પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. જ્યારે વધુ એક નેતાએ નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. 


ગુજરાતના અન્ય મહત્વના સમાચાર....


4 કલેક્ટરના પગારની બરાબરી કરતા પશુપાલક ગંગાબેને માત્ર 1 ગાયથી બિઝનેસની શરૂઆત કરી હતી 


પાટીલે જુનાગઢના ભાજપના કાર્યકર્તાઓનો ક્લાસ લીધો, લોકોના કામ કરવા ટકોર કરી 


ગુજરાતમાં 4 દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભીલોડામાં મધરાતે તૂટી પડ્યો વરસાદ...


સુધારા પર છે ભરતસિંહ સોલંકીની તબિયત, સીમ્સ હોસ્પિટલે આપ્યા લેટેસ્ટ અપડેટ  


સ્વચ્છતામાં સુરતની હરણફાળ છલાંગ, ગત વર્ષે 14 નંબરથી 2 નંબર પર પહોંચ્યું   


કોરોનામાં રામબાણ ઈલાજ સાબિત થયેલા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનને લઈને મોટો ખુલાસો.... 


ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર : શાર્પશૂટરને કોરોના, હવે રિકવરી બાદ જ ધરપકડ થશે