રાજકોટઃ RAJKOT RURALGujarat Chutani Result 2022: રાજકોટ ગ્રામ્ય Gujarat Chunav Result 2022: રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે. 2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે ભાનુભાઈ બાબરિયાને ટિકિટ આપી છે. જ્યારે કૉંગ્રેસે સુરેશ બથવારને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠિયાને ટિકિટ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લાનું ચિત્ર સ્પષ્ટ..
જિલ્લાની ૮ બેઠક પૈકી ૮ સીટો પર ભાજપનો વિજય નિશ્વત..
રાજકોટ પૂર્વ પર ઉદય કાનગડ
રાજકોટ પશ્વિમ પર દર્શિતા શાહ
રાજકોટ દક્ષિણ રમેશ ટીલાળા
ગોંડલ ગીતાબા જાડેજા
ધોરાજી ડો.મહેન્દ્ર પાડલિયા
જસદણ કુંવરજી બાવળિયા.
રાજકોટ ગ્રામ્ય ભાનુ બાબરિયા
જેતપૂર જયેશ રાદડિયાનો વિજય નિશ્વિત.


રાજકોટ ગ્રામ્ય બેઠક પર શું છે રાજકીય માહોલ?
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પાટણ જિલ્લાનો ભાગ છે.  આ બેઠક પર અંદાજિત 1,92,763 પુરૂષ મતદારો છે. જ્યારે 1,74,186 મહિલા મતદારો છે. કુલ 3,66,956 મતદારો છે. 


2017ની ચૂંટણી
રાજકોટ ગ્રામ્યના ઈતિહાસની વાત કરીએ તો 2017માં ભાજપના ઉમેદવાર લાખા સાગઠિયાને 92,114 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયાને 89,935 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા 2,179 મતોથી હાર્યા હતા. 


2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભાનુ બાબરિયાને 57,753 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર લાખા સાગઠિયાને 46,287 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર લાખા સાગઠિયા 11,466 મતોથી હાર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube