દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટ રૂરલ SOGએ RTOની બોગસ પહોંચ બનાવી વાહન છોડાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ડીટેઇન થયેલા વાહનોની મેમાના આધારે બનાવટી આરટીઓની પહોંચ બનાવી આપતા હતા. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા અશોક ટાંક અને રાજદીપસિંહ રાણા નામના આરોપીની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંઈ રીતે આચરતા હતા કૌભાંડ?
આરોપી અશોક ટાંક એજન્ટનું કામ કરે છે. અશોક આરટીઓ કચેરીએ ડીટેઇન થયેલા વાહનોના દંડ ભરવા આવતા લોકો પાસેથી દંડની રકમ લઈ લેતો હતો અને અન્ય આરોપી આરોપી રાજદિપસિંહ રાણા પાસે આરટીઓ કચેરી રાજકોટના નામની બનાવટી રસીદો તૈયાર કરી તેમાં Registering Authority RTO Rajkot ના નામનું ખોટું રાઉન્ડશીલ તૈયાર કરી તથા આરટીઓ અધિકારીની બનાવટી સહી કરી પોલીસ તરફથી આપવામાં આવતા મેમોનો નાશ કરી બંને શખ્સોએ ગેરકાયદેસર રીતે રૂપિયા કમાવવાનું કૌભાંડ આચર્યું છે.


આનંદીબેન અને રૂપાણી ગયા ફેલ હવે ભૂપેન્દ્ર પટેલે સળગતું પકડયું, સરકાર માટે ચેલેન્જ


હાલ પોલીસે આ આરોપીઓને ઝડપી પાડીને ક્યારથી આ કૌભાંડ આચરતા હતા અને કેટલા લોકોને બનાવટી આરટીઓની રસીદ આપી ભોગ બનાવ્યા છે, તપાસ કરી રહી છે. પોલીસને આશંકા છે કે આ આરોપીઓએ પ્રમાણમાં લોકોને ભોગ બનાવ્યા છે. આવનારા દિવસોમાં પોલીસ તપાસમાં સામે આવશે કે કેટલા લોકોને અને કેટલા રૂપિયાનું કૌભાંડ આ આરોપીઓએ આચર્યું છે. 


ખેડૂતોને બખ્ખાં! ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ખેતીની જમીનનો હવે શરૂ થશે રિ-સર્વે


હાલ પોલીસ એ પણ તપાસ કરી રહી છે આ કૌભાંડમાં આરટીઓ કચેરીમાંથી કોઈ કર્મચારી સામેલ છે કે નહી.