Ban On Shorts In Rajkot School ગૌરવ દવે/રાજકોટ : શાળા એ સંસ્કાર આપવાનું કેન્દ્ર છે, ત્યાં પણ કેટલાક વાલીઓ ફેશન કરતા જોવા મળે છે. ત્યારે હવે રાજકોટમાં વાલીઓને શિસ્તમાં રાખવા માટે કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પહેલીવાર એવુ થશે કે, શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે નહિ, પરંતુ તેમના વાલીઓ માટે નિયમો મૂકવામાં આવ્યા છે. હવેથી રાજકોટની શાળાઓમાં ટૂંકા વસ્ત્ર પહેરીને વાલીઓ સ્કૂલમાં બાળકોને મુકવા કે લેવા નહીં જઈ શકે. રાજકોટ શાળા સંચાલકોએ આ નિયમો બનાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરુષો પણ બરમુડા પહેરીને શાળામાં ન આવે 
હવેથી રાજકોટની સ્કૂલોમાં વાલીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને નહીં જઈ શકાય. તેમજ પુરુષો પણ બરમુડા પહેરીને સંતાનોને છોડવા નહિ આવી શકે. રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળે આ નિયમો બનાવ્યા છે. જે મુજબ, ટૂંકા વસ્ત્રો પહેરીને કોઈ પણ વાલીઓ બાળકોને મૂકવા કે લેવા નહીં જઈ શકે. સાથે જ નાઈટ ડ્રેસ કે બરમુડા જેવા કપડા પહેરીને ન આવવા તાકીદ કરાઈ છે. નિયમ તોડનાર વાલીને શાળામાં પ્રવેશ નહીં મળે. રાજકોટની તમામ શાળાઓમાં આ નિર્ણય લાગુ થશે. 


અંબાલાલની સપ્ટેમ્બરમાં વરસાદને લઇ આગાહી, ગુજરાતમાં ચોમાસું સીઝન પૂરી થઈ ગયાનો ડર


નિયમ તોડનારા વાલીને ગેટ પર અટકાવી દેવાશે 
બાળક શિસ્તના પાઠ શાળામાંથી જ મેળવે છે. ત્યારે વાલીઓએ પણ શિસ્તમાં રહેવું પડશે. આ નિર્ણય વિશે રાજકોટ સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડિવી મહેતાએ જણાવ્યું કે, શાળા એક મંદિર છે જ્યાં નાઈડ્રેસ અને બરમુડા પહેરી ન આવી શકાય. બાળકોને  પ્રેરણા મળે તેવા ડ્રેસકોડ સાથે જ કેમ્પસમાં આવવા વાલીઓને તાકીદ કરાઈ છે. શહેરની તમામ શાળાઓ માટે આ નિયમ લાગુ કરાશે. શિસ્ત ભંગ કરતા કપડાં પહેરીને સ્કૂલ કેમ્પસમાં આવશે તો તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે.


જયેશ રાદડિયાએ નામ લીધા વિના અનેક આગેવાનોને ઝાટકી નાંખ્યા, કહ્યું-સાનમાં સમજી જજો


 


ગુજરાતીઓને વતન નહિ વિદેશ ગમે છે, જુલાઈ મહિનામાં આટલા લાખ લોકો વિદેશ ગયા