રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટમાં સ્ટોનકિલરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં મૃતકના ધર્મના દિકરા સહિત બેની ધરપકડ કરી છે. જ્યારે એક શખ્સ હજુ પોલીસ પકડથી બહાર છે. પોલીસના કહેવા પ્રમાણે પોતાના ધર્મના દિકરા સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય મહેશની હત્યાનું કારણ બન્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેશ ઉર્ફે હિતેષ ઉર્ફે કાળીયો આ શખ્સથી લોકો ધ્રુજતા હતા. તેનો એક પથ્થર કોઇને પણ મોતને ઘાટ ઉતારી દેતો હતો. જો કે  આ જ મહેશની હત્યા પથ્થરથી થઇ હતી. રાજકોટ પોલીસે અજીત બાબર કે જે મૃતક મહેશનો ધર્મનો દિકરો છે અને વિજય ઉર્ફે દુખે ઢોલીની ધરપકડ કરી છે. આ બંન્ને અને તેની સાથે અન્ય એક શખ્સ  ફરમાન ઉર્ફે નેપાળી સાથે મળીને મહેશની પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હોવાની કબૂલાત આપી  હતી. પોલીસે પહેલા અજીત ઉર્ફે દુખેને પકડી પાડ્યો હતો. જ્યારે નેપાળીની શોધખોળ શરૂ કરી છે.


શા માટે કરી હત્યા?
પોલીસના કહેવા પ્રમાણે થોડા વર્ષો પહેલા જેતપૂર નજીક આવેલી એક હોટેલ પર મહેશ અને અજીત મળ્યા હતા. મહેશે અજીતને ધર્મનો દિકરો બનાવ્યો હતો. જો કે સમય જતા મહેશે અજીત સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરવાની શરૂઆત કરી હતી. અજીત આ વાતથી કંટાળી ગયો હતો અને મોકો મળતા તે મહેશથી દુર થઇ ગયો હતો.  


બાદમાં અજીત બે વર્ષ માટે દુબઇ ગયો હતો અને ગત માર્ચ મહિનામાં તે પરત આવ્યો હતો જેની મહેશને જાણ થઇ હતી. ત્યારબાદ મહેશ અજીતને વારંવાર તેની પાસે બોલાવતો હતો અને તેની સાથે સૃષ્ટિવિરુધ્ધનું કૃત્ય કરતો હતો. જેના કારણે અજીતે મહેશની હત્યા કરવાનું કાવતરૂ રચ્યુ અને તેના માટે વિજય અને ફરમાનને સાથે લીધા હતા. કારણ કે  આ બંન્ને શખ્સો સાથે મહેશે અવારનવાર ઝધડો કર્યો હતો જેનો ખાર રાખીને ઢીમ ઢાળી દીધું હતું. 


પોલીસના કહેવા પ્રમાણે અજીતે હત્યાનો ગત ગુરૂવારે ઘડી નાખ્યો હતો.શુક્રવારે રાત્રીના સમયે અજીત અને મહેશ મવડી પ્લોટના નવરંગપરા ખાતે આવેલા એક ધાબા પર ગયા હતા. રાત્રીના સમયે મહેશે વિજય અને નેપાળીને થોડા સમય માટે બહાર જવા કહ્યું અને અજીત સાથે સૃષ્ટિવિરુઘ્ધનું કૃત્ય કરવા લાગ્યો હતો. આ દરમિયાન અજીતે મહેશને મોઢા પર ઇંટ મારી અને બાદમાં વિજય અને નેપાળીએ મહેશના હાથ પકડીને પથ્થરો વડે મોતને ઘાટ ઉતારી દીધા હતા.


હાલ પોલીસે આ બંન્ને શખ્સોને પકડીને ફરમાન ઉર્ફે નેપાળીની શોધખોળ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે મહેશ રિઢો ગુનેગાર હોવાથી તે બધા સાથે અવારનવાર ઝધડો કરતો હતો અને અજીતને પણ પરેશાન કરતો હતો જે તેના મોતનું કારણ બન્યુ છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube