• કૃષિમંત્રી ફળદુની હાજરીમાં ગીત-સંગીત, તાળીઓ અને ફૂલહારથી વેક્સિનનું સ્વાગત કરવામાં આવ્યું

  • જ્યાં વેક્સિન સ્ટોરેજ રાખવામાં આવ્યું છે તે જગ્યાને પ્રતિબંધિત જગ્યા જાહેર કરવામાં આવી


રક્ષિત પંડ્યા/રાજકોટ :ગઈકાલે ગુજરાતમાં વેક્સીન આવ્યા બાદ આજે રાજકોટ સવારે કોરોના વેક્સીન (corona vaccine) નો પહેલો જથ્થો રાજકોટ પહોંચ્યો હતો. ત્યારે ટીમ દ્વારા કોવિશિલ્ડ (covishield) ના પહેલા જથ્થાની પૂજા કરી સ્વાગત કરાયું હતું. ખાસ વાત એ છે કે, રાજકોટમાં વેક્સીનને આવકારવા ખાસ આયોજન કરાયું હતું. કૃષિમંત્રી ફળદુની હાજરીમાં ગીત-સંગીત, તાળીઓ અને ફૂલહારથી વેક્સિનનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો સાથે જ રસીના બોક્સે બલૂન લગાવવામાં આવ્યા હતા. વેક્સીનના આગમનની આ ઘડી આનંદદાયક બની રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રના જિલ્લાઓને અહીંથી વેક્સીન જશે
રાજકોટમાં પ્રથમ તબક્કામાં 77 હજાર રસીનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આ રસીની ફાળવણી થશે. વેકસીનનો જથ્થો રાજકોટ સ્ટોરેજ સેન્ટરમાં પહોંચ્યા બાદ અલગ-અલગ જિલ્લાને વેક્સીન ફાળવી દેવામાં આવશે. જે-તે જિલ્લા અને મનપાની ટીમ આવ્યે રાજ્ય સરકારની સૂચના બાદ વેક્સીનની ફાળવણી કરવામાં આવશે. રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર ખાતે વેકસીન મોકલવામાં આવશે. સૌરાષ્ટ્રના શહેરોમાં પણ રાજકોટના માધ્યમથી જ ફાળવણી કરવામાં આવશે. 


આ પણ વાંચો : રસીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવામાં એક ગુજરાતી યુવતીનું મોટું યોગદાન


રસીના સંગ્રહ માટે ખાસ વ્યવસ્થા 
રસીના સંગ્રહ માટે રાજકોટમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં વેક્સિન સ્ટોરેજ રાખવામાં આવ્યું છે તે જગ્યાને પ્રતિબંધિત જગ્યા જાહેર કરવામાં આવી છે. રિજિયોનલ વેક્સીન સ્ટોર ખાતે વેક્સીન સ્ટોરેજ કરવામાં આવશે. રિજિયોનલ વેકસીન સ્ટેર ખાતે 2 W.I.C અને 6 ILR ફ્રિજની ફાળવણી કરવામાં આવી છે. રિજિયોનલ વેકસીન સ્ટોર ખાતે 20 લાખ વેકસીન સ્ટોરેજ કેપેસિટી ઉપલબ્ધ છે. ત્યારે વેક્સીન સ્ટોરેજ જગ્યાને પ્રતિબંધિત જગ્યા જાહેર કરવામાં આવી છે. એકવાર વેક્સીન આવ્યા બાદ અંદર કોઇ પ્રવેશ કરી શકશે નહિ. 


કયા કયા કેન્દ્ર પર રસીકરણ થશે..
રાજકોટમાં કયા સ્થળોએ રસીકરણ થશે તેની વાત કરીએ તો, પંડિત દિનદયાળ સરકારી હોસ્પિટલ, પદ્મકુવર બા હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, વોકહાર્ડ હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, નારાયણનગર અને રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, કોઠારિયા અને આંબેડકર નગર આરોગ્ય કેન્દ્ર અને પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કરવામાં આવશે. 16 મી જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત કરાશે. 


આ પણ વાંચો : લક્ઝુરિયરસ ગાડીઓ હંકારતા નબીરા બેફામ બન્યા, રાજકોટમાં BMW કારની અડફેટે બાઈક ચાલકનું મોત


રાજકોટથી કયા-ક્યા રશી ફાળવાશે, તેની વાત કરીએ તો....
રાજકોટ જિલ્લાને 9000, મનપાને 16500 ડોઝ
જામનગર જિલ્લાને 5000, મનપાને 9000 ડોઝ--
દ્વારકા જિલ્લાને ફાળવાશે 4,500 ડોઝ
પોરબંદર જિલ્લાને 4000 ડોઝ ફાળવાશે
મોરબી જિલ્લાને 5,000 ડોઝ ફાળવાશે
અને કચ્છને 16,000 ડોઝની ફાળવણી કરાશે