રાજકોટની પાયલોટ નિધિએ ગુજરાતનું માન વધાર્યું, વેક્સીનને પૂણેથી હૈદરાબાદ પહોંચાડી

પૂણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટથી ગઈકાલે વેક્સીનનો જથ્થો અનેક રાજ્યોને મળી ગયો છે. ત્યારે દેશની આતુરતાનો અંત આવ્યો. આ જથ્થાને દરેક રાજ્યો સુધી પહોંચાડવામાં પાયલોટ્સનો પણ મોટો રોલ રહ્યો છે. ત્યારે રસીને ટ્રાન્સફર કરવામાં એક ગુજરાતી યુવતીનું પણ મોટું યોગદાન છે. રાજકોટની દિકરી નિધિ અઢિયાએ ગુજરાતનું ગર્વ વધાર્યુઁ છે. પાયલોટ નિધિ અઢિયાએ પૂણેથી હૈદરાબાદ વેક્સીન (corona vaccine) પહોંચાડી છે. દીકરીની આ કામગીરીથી તેના માતા-પિતા ખુશ થઈ ગયા હતા. દેશની પ્રથમ વેક્સીન પહોંચાડવામાં નિધિએ ગુજરાતનું નામ વધાર્યું છે. 

રાજકોટની પાયલોટ નિધિએ ગુજરાતનું માન વધાર્યું, વેક્સીનને પૂણેથી હૈદરાબાદ પહોંચાડી

રક્ષિત પંડ્યા/રાજકોટ :પૂણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટથી ગઈકાલે વેક્સીનનો જથ્થો અનેક રાજ્યોને મળી ગયો છે. ત્યારે દેશની આતુરતાનો અંત આવ્યો. આ જથ્થાને દરેક રાજ્યો સુધી પહોંચાડવામાં પાયલોટ્સનો પણ મોટો રોલ રહ્યો છે. ત્યારે રસીને ટ્રાન્સફર કરવામાં એક ગુજરાતી યુવતીનું પણ મોટું યોગદાન છે. રાજકોટની દિકરી નિધિ અઢિયાએ ગુજરાતનું ગર્વ વધાર્યુઁ છે. પાયલોટ નિધિ અઢિયાએ પૂણેથી હૈદરાબાદ વેક્સીન (corona vaccine) પહોંચાડી છે. દીકરીની આ કામગીરીથી તેના માતા-પિતા ખુશ થઈ ગયા હતા. દેશની પ્રથમ વેક્સીન પહોંચાડવામાં નિધિએ ગુજરાતનું નામ વધાર્યું છે. 

નિધી અઢિયા રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ છે. ગઈકાલે પૂણેથી અલગ અલગ રાજ્યોમાં વેક્સીન પહોંચાડવામાં આવી હતી. જેમાં નિધીએ પૂણેથી હૈદરાબાદ સુધી પ્રથમ કોરોના વેક્સીન પહોંચાડી હતી. રાજકોટની નિધિ સૌથી નાની વયે પાયલોટ બનવાનું બિરુદ ધરાવે છે. નિધિ ભાજપના પૂર્વ ધારાસભ્ય બિપીન અઢિયાની પુત્રી છે. નિધિએ કોરોના કાળની શરૂઆતથી જ અનેક વખત વોરિયર્સ તરીકેની ફરજ નિભાવી છે. ફરી એક વખત કોરોનાની આ વેક્સીનને લોકો સુધી પહોંચાડવા માટેની અગત્યની જવાબદારી સોંપવામાં આવી છે. 

nidhi_adhiya_pilot_zee2.jpg

દીકરીના આ કામગીરીથી તેના માતાપિતા ગર્વ અનુભવે છે. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન બીપીનભાઈ અઢિયાએ ગર્વ અનુભવતા કહ્યું કે, કોરોનાના સમયમાં પણ મારી દીકરીએ સેનાના જવાનાની ફરજ બજાવી છે. મારા ઘરે આવી દીકરીનો જન્મ થયો એ મારા માટે ધન્ય ઘડી છે. મારી પુત્રી હજારો લોકોને વેકસીન પહોંચાડીને અનેક પરિવારોની દીકરી બનશે. 

સ્પાઇસ જેટનું પેસેન્જર પ્લેન ઉડાડતી નિધિને વેક્સીન લઈને આવવા માટે કાર્ગો વિમાન ઉડાડવાની જવાબદારી સોંપવામાં આવતા તેની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. તે જણાવે છે કે, આ કાર્યને હું મારું સારુ કોઈ કર્મ માનું છું અને ગુરુદેવ રણછોડદાસજી મહારાજ અને શ્રીનાથજી બાવાના આશીવર્દિથી જ કોરોના સામે ચાલતા આ યુદ્ધમાં મને મહત્વ રૂપ કામગીરી આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news