રાજકોટ : રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી 80 હજાર રૂપિયાની લાંચ ACBના રંગે હાથે ઝડપાયો હતો. દારૂના કેસમાં માર નહી મારવાનાં મુદ્દે આરોપી પાસેથી 90 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જો કે લાંબી રકઝક બાદ 80 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જો કે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા પોલીસ સામે છટકુ ગોઠવ્યું હતું. ACB એ છટકું ગોઠવીને પોલીસ કર્મચારીની અટકાયત કરીને વધારે તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટાઉદેપુર નસવાડી પંચાયતના મહિલા સભ્યના પુત્રનો કેનાલમાં પગ લપસતા મોત

જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા મેહુલ માવજીભાઇ ડાંગર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીના મિત્રને દારૂના ગુનામાં પકડવામાં આવ્યો હતો. તેને માર નહી મારવા અને હેરાન નહી કરવાનાં પેટે કોન્સ્ટેબલ મેહુલ ડાંગરે 90 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.


સૌરાષ્ટ્ર: ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3, રાજુલા-કોડીનારમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો

ફરિયાદીએ સમગ્ર મુદ્દે એસીબીને જાણ કરતા એસીબી દ્વારા છટકુ ગોઠવીને લાંચીયા કોન્સ્ટેબલને ઝડપી લેવામાં આવ્યા હતા. છટકા અનુસાર ફરિયાદી લાંચની રકમ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાર બાદ એસીબીએ લાંચ માંગનારા મેહુલ ડાંગરની અટકાયત કરીને વધારે તપા આદરી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube