RAJKOT અકસ્માત એટલો ગંભીર કે આગળ બેઠેલા બંન્ને વિદ્યાર્થીઓના કટકા થઇ ગયા, પરિવારના આક્રંદથી પથ્થર પણ પીગળી જાય
આજે બપોરે થયેલા ગોઝારા અકસ્માતમાં 4 ડોક્ટર્સનાં જીવ ગયા હતા. તેમાં મૃતક ફોરમ હર્ષભાઇ ધ્રાંગધરીયા (ઉ.વ 22) કોઠારીયા રોડ નંદા હોલ પાસે ભારતી નગરમાં રહેતા હતા. હોમિયોપેથી કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણી પરિવારમાં મોટી હતી. તેના પિતા મિસ્ત્રી કામ કરે છે. આશાસ્પદ દિકરીના મોતથી ગુર્જર સુથાર પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. વાજડી નજીક અકસ્માતના કારણે 4 વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જેમાં આદર્શભારતી પ્રવીણભારતી ગૌસ્વામી (ઉ.વ 22) નવાગામનો વતની છે. પો બે ભાઇ બહેનમાં નાનો હતો. પિતા જમીન મકાનની દલાલીના કામ સાથે સંકળાયેલા છે. નિશાંત નીતિનભાઇ દાવડા (ઉ.વ 23) ફોરમ હસદભાઇ ધ્રાગધરીયા (ઉ.વ 21) નો સમાવેશ થાય છે.
રાજકોટ : આજે બપોરે થયેલા ગોઝારા અકસ્માતમાં 4 ડોક્ટર્સનાં જીવ ગયા હતા. તેમાં મૃતક ફોરમ હર્ષભાઇ ધ્રાંગધરીયા (ઉ.વ 22) કોઠારીયા રોડ નંદા હોલ પાસે ભારતી નગરમાં રહેતા હતા. હોમિયોપેથી કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણી પરિવારમાં મોટી હતી. તેના પિતા મિસ્ત્રી કામ કરે છે. આશાસ્પદ દિકરીના મોતથી ગુર્જર સુથાર પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. વાજડી નજીક અકસ્માતના કારણે 4 વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જેમાં આદર્શભારતી પ્રવીણભારતી ગૌસ્વામી (ઉ.વ 22) નવાગામનો વતની છે. પો બે ભાઇ બહેનમાં નાનો હતો. પિતા જમીન મકાનની દલાલીના કામ સાથે સંકળાયેલા છે. નિશાંત નીતિનભાઇ દાવડા (ઉ.વ 23) ફોરમ હસદભાઇ ધ્રાગધરીયા (ઉ.વ 21) નો સમાવેશ થાય છે.
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં કોરોનાના માત્ર 17 કેસ, 42 દર્દી સાજા થયા એક પણ મોત નહી
રાજકોટના ખીરાસરા નજીક વાજડી ગામે એક અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓનાં મોત નિપજ્યાં હતા. જેમાં મૃતક ત્રણ વિદ્યાર્થીઓ સાથે ઘવાયેલા રાજકોટ મહાનગરપાલિકામાં તબીબ તરીકે નોકરી કરતી સીમર અને કૃપાલી ખીરાસરા આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતા. જો કે ત્યાંથી પરત ફરતા સમયે કોઇ કારણથી ગાડી ડિવાઇડર સાથે અથડાઇ હતી અને સામેના રસ્તે પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે સામેથી આવી રહેલી એસટી બસની ઠોકરે ચડી હતી. ગાડીના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.
BJP વાળા આતંકવાદીઓએ એટલા પાપ કર્યા છે કે, સચિવાલય ગંગાજળથી ધોવું પડશે: ગેનીબેન ઠાકોર
વિદ્યાર્થીઓના મોતના કારણે સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું. વિદ્યાર્થીઓના પરિવારજનો દ્વારા આક્રંદને સાંભળીને કદાચ પથ્થરો પણ પીગળી જાય તેવું કરૂણ વાતાવરણ સર્જાયું હતું. હાલ તો પોલીસ એ તપાસ કરી રહી છે કે, ગાડી ડિવાઇડર સાથે કઇ રીતે અથડાઇ. હાલ પોલીસે સમગ્ર મુદ્દે તપાસ ચલાવી રહી છે. હાલ તો પોસ્ટમોર્ટમ જેવી કાયદાકીય કાર્યવાહી પુર્ણ કરીને પરિવારને મૃતદેહો સોંપવા માટેની કામગીરી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube