GUJARAT CORONA UPDATE: રાજ્યમાં કોરોનાના માત્ર 17 કેસ, 42 દર્દી સાજા થયા એક પણ મોત નહી

  ગુજરાતમાં હવે કોરોના કાબુમાં આવી ચુક્યો છે. રાજ્યમાં આજે માત્ર 17 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે બીજી તરપ 42 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,637 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરના મોરચે પણ લડી રહી છે. આજે કુલ 3,43,187 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

Updated By: Aug 3, 2021, 07:57 PM IST
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં કોરોનાના માત્ર 17 કેસ, 42 દર્દી સાજા થયા એક પણ મોત નહી

ગાંધીનગર :  ગુજરાતમાં હવે કોરોના કાબુમાં આવી ચુક્યો છે. રાજ્યમાં આજે માત્ર 17 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે બીજી તરપ 42 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,637 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરના મોરચે પણ લડી રહી છે. આજે કુલ 3,43,187 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

BJP વાળા આતંકવાદીઓએ એટલા પાપ કર્યા છે કે, સચિવાલય ગંગાજળથી ધોવું પડશે: ગેનીબેન ઠાકોર

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 226 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 221 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,637 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10076 દર્દીઓનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. 

ભારત સાથે આર્થિક અને વેપાર સંબંધો વધુ આગળ વધારવા  કટિબદ્ધ છીએ: પૂર્વ ઓસ્ટ્રેલિયન PM

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. યુદ્ધનાં ધોરણે સમગ્ર રાજ્યમં રસીકરણ ચાલી રહ્યું છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 171 લોકોને પ્રથમ ડોઝ અને 4525 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 થી વધારેની ઉંમરના 81989 નાગરિકોને રસીનો પ્રથમ અને 39558 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18-45 વર્ષના નાગરિકોને 1,85,965 દર્દીઓને રસીનો પ્રથમ જ્યારે 30979 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,43,187 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,44,19,588 ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube