રાજકોટ : તાલુકો હવે ધીરે ધીરે સિંહોનું નવું રહેઠાણ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક સિંહના ગ્રુપ રાજકોટ તાલુકા તરફ આવી રહ્યા છે. સિંહોનું વધારે એક એટલે કે ત્રીજુ ગ્રુપ પણ રાજકોટ તાલુકામાં આવ્યું છે. તેમણે એક વાછડીનું મારણ પણ કર્યું હતું. જેના કારણે ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો છે. 2 દિવસ પહેલા પણ સિંહો દ્વારા વડાળી ગામમાં મારણ કરવામાં આવ્યું હતું. વડાળી ગામના લોકોના અનુસાર છેલ્લા 7 દિવસથી સિંહોએ ધામા નાખ્યા છે. અત્યાર સુધીમાં 7 પશુના મારણ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બર્ડફ્લૂ: સાવલીનાં કાગડાઓનાં રિપોર્ટ પોઝિટિવ, સાવલીની પોલિટરી બહાર વેચવા પર પ્રતિબંધ


અત્રે નોંધનીય છે કે, છેલ્લા 40 દિવસથી  સિંહોએ રાજકોટ તાલુકામાં ધામા નાખ્યા છે.  આ સિંહોએ અત્યાર સુધીમાં 40થી વધારે મારણ કર્યા છે. આજે વડાળીમાં પણ એક વાછડીનું મારણ કર્યું હતું. જ્યારે 2 દિવસ પહેલા પણ સિંહોએ વડાળીમાં મારણ કર્યું હતું. ઘટના અંગે માહિતી મળતા જ વન વિભાગની ટીમ અને પોલીસ કાફલો વડાળી ગામ પહોંચ્યો હતો. અત્રે નોંધનીય છે કે, અહીં સિંહ નવો વસવાટ હોવાથી લોકોને નવાઇ લાગી રહી છે. જેના કારણે લોકો સિંહ જોવા માટે એકત્ર થાય છે. જેથી સિંહની રંજાડ થાય છે અને તે ઘણી વખત હૂમલો પણ કરી બેસે છે. 


ગુજરાત યુનિવર્સિટીમાં Bcomમાં પ્રવેશનો વધુ એક રાઉન્ડ શરૂ કરવાની માંગ સાથે NSUIનું વિરોધ પ્રદર્શન


રાજકોટમાં એક મહિનાથી સિંહ ત્રિપુટી ધામા નાખ્યા છે. આ ટોળા આજી ડેમ સુધી પહોંચી ચુક્યા છે. બીજુ 10 સિંહોનું ટોળુ જેતપુરમાં આરબ ટીંબડી પાસે જોવા મળ્યું હતું. રાજકોટ-જૂનાગઢની સીમા પાસે છે. એક ગ્રુપ જેતપુરમાં ખારચિયા પાસે આવેલા બામણગઢ ગામે બે દિવસ પહેલા સિંહ દેખાયા હતા. આ અંગે સ્થાનિકોએ વન વિભાગને પણ માહિતી આપી હતી. ગ્રામવાસીઓના મતે 10 સિંહોના ટોળા હાલ રાજકોટ હાઇવે પર ઉતરી આવ્યા છે. આ સિંહો બામણગઢ, ખારચિયા તેમજ બાવાપીપળિયાની વીડી વિસ્તારમાં ફરી રહ્યા છે. હજુ સુધી તેમણે રેવન્યૂ વિસ્તારમાં મારણ કર્યું હતું. તેથી વીડીમાં તેમને ખોરાક મળી રહેતો હોવાની શક્યતા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube