RAJKOT: ટેનિસનો બોલ આપવાની લાલચે યુવકને બોલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
શહેરમાં વધારે એક ખુબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 13 વર્ષના વિદ્યાર્થીને બોલ અપાવવાના બહાને બોલાવીને તેના પર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. સમગ્ર મુદ્દે પોલીસ અલગ અલગ શકમંદોને સકંજામાં લઇને ભોગ બનનાર બાળકને બતાવ્યા હતા. તો બીજી તરફ આરોપીને ઝડપી લેવા માટે સીસીટીવીના આધારે પણ પોલીસ આરોપીઓને ઝડપી લેવા માટે કામગીરી કરી રહી છે.
રાજકોટ : શહેરમાં વધારે એક ખુબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 13 વર્ષના વિદ્યાર્થીને બોલ અપાવવાના બહાને બોલાવીને તેના પર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. સમગ્ર મુદ્દે પોલીસ અલગ અલગ શકમંદોને સકંજામાં લઇને ભોગ બનનાર બાળકને બતાવ્યા હતા. તો બીજી તરફ આરોપીને ઝડપી લેવા માટે સીસીટીવીના આધારે પણ પોલીસ આરોપીઓને ઝડપી લેવા માટે કામગીરી કરી રહી છે.
અમદાવાદમાં AMC ના કર્મચારીની હત્યા છે કે આત્મહત્યા? પોલીસે વધુ તપાસ હાથ ધરી
પ્રાપ્ત માહિતી અનુસાર સદર બજાર વિસ્તારમાં આવેલી સ્કુલમાં રમતગમત માટે રવિવારે 13 વર્ષનો એક બાળકને એક અજાણી વ્યક્તિએ ચાલ તને ક્રિકેટ રમવું હોય તો ટેનિસનો બોલ આપું તેમ કહીને પોતાની બાઇક પાછળ બેસાડ્યો હતો. રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ નજીક આવેલી અવાવરૂ જગ્યાએ લઇ જઇને હાથ દોરાથી બાંધી દીધો હતો. ત્યાર બાદ તેની વિરુદ્ધ સૃષ્ટીવિરુદ્ધનું દુષ્કર્મ આચર્યું હતું. જો કે આ સમગ્ર ઘટના દરમિયાન અચાનક વિદ્યાર્થીને તક મળતા વિદ્યાર્થી બચ્યો હતો અને આરોપીને પથ્થર મારીને ભાગ્યો હતો.
GUJARAT CORONA UPDATE: નવા 19 કેસ, 17 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
હાલ તો સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા આઇપીસીની કલમ 363, 377, 506 તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપદા કાયદાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે. પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા મોડી રાત સુધી શકમંદોને બોલાવીને બાળકને બતાવવામાં આવ્યા હતા. જો કે હજી સુધી તેની ઓળખ થઇ શકી નથી. પોલીસ દ્વારા સીસીટીવી દ્વારા પણ સમગ્ર મુદ્દે તપાસ ચલાવવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube