Rajkot: ચાર્જ સંભાળ્યાનાં પહેલા જ દિવસે મેયરે શું કર્યું, કેવો રહ્યો તેમનો દિવસ ?
શહેરનાં વિકાસ માટે એક માતાએ પુત્ર, પત્નીએ પતિ (Husband) અને સંતાનોએ પિતાને કર્યા સમાજને સમર્પિત આ શબ્દો છે નવનિયુક્ત મેયર (Mayor) ડૉ પ્રદીપ ડવના પરિવારના. રાજકોટ મહાનગરપાલિકા (Corporation) નાં 21માં મેયર (Mayor) તરીકે વ્યવસાયે વકિલ એવા ડૉ. પ્રદિપ ડવની વરણી કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે ડૉ. પ્રદિપ ડવે પોતાનો મેયર (Mayor) તરીકેનો પદ્દભાર સંભાળ્યો અને રાજકોટ ની જનતા અને વિકાસ ના કર્યોને આગળ લઈ જવા કાર્યરત થયા છે. જોકે ડૉ. પ્રદિપ ડવનાં પરિવારે સમર્પણની ભાવના અપનાવી છે એક માતાએ દિકરો, પત્નિએ પતિ (Husband) અને સંતાનોએ પિતાને સમાજ સેવા કરવા સમર્પિત કર્યા છે. પરિવારના સભ્યો એ ઝી 24 કલાક સાથે ની ખાસ વાતચીત મા જણાવ્યું હતું કે ડૉ પ્રદીપ ડવ રાજકોટ અને રાજકોટવાસીઓ ની ઉત્તમ સેવા કરે.
ઉદય રંજન/રાજકોટ : શહેરનાં વિકાસ માટે એક માતાએ પુત્ર, પત્નીએ પતિ (Husband) અને સંતાનોએ પિતાને કર્યા સમાજને સમર્પિત આ શબ્દો છે નવનિયુક્ત મેયર (Mayor) ડૉ પ્રદીપ ડવના પરિવારના. રાજકોટ મહાનગરપાલિકા (Corporation) નાં 21માં મેયર (Mayor) તરીકે વ્યવસાયે વકિલ એવા ડૉ. પ્રદિપ ડવની વરણી કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે ડૉ. પ્રદિપ ડવે પોતાનો મેયર (Mayor) તરીકેનો પદ્દભાર સંભાળ્યો અને રાજકોટ ની જનતા અને વિકાસ ના કર્યોને આગળ લઈ જવા કાર્યરત થયા છે. જોકે ડૉ. પ્રદિપ ડવનાં પરિવારે સમર્પણની ભાવના અપનાવી છે એક માતાએ દિકરો, પત્નિએ પતિ (Husband) અને સંતાનોએ પિતાને સમાજ સેવા કરવા સમર્પિત કર્યા છે. પરિવારના સભ્યો એ ઝી 24 કલાક સાથે ની ખાસ વાતચીત મા જણાવ્યું હતું કે ડૉ પ્રદીપ ડવ રાજકોટ અને રાજકોટવાસીઓ ની ઉત્તમ સેવા કરે.
કચ્છમાં ફરી એકવાર 3 ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો, કચ્છની ફોલ્ટ લાઇન સક્રિય
ડૉ. પ્રદિપ ડવે વ્યવસાયે વકિલ છે પરંતુ છેલ્લા 20 વર્ષ થી રાજકારણ સાથે જોડાયેલા છે અને ગત સ્થાનિક સ્વરાજ ની ચુંટણી મા રાજકોટ ભાજપ (BJP) પક્ષે ટીકીટ આપી અને ડૉ પ્રદીપ ડવ વિજય થઈને મેયર (Mayor) નો કાર્યભાર સાંભળ્યો છે સાથે જ વર્ષો થી ભાજપ (BJP) સાથે વફાદારી અને ઉત્તમ કાર્ય કરી રહેલા હોવા થી ભાજપ (BJP) પક્ષે તેમને રાજકોટનાં મેયર (Mayor) તરીકેનો તાજ પહેરાવ્યો છે. ડૉ. પ્રદિપ ડવનાં માતા ગીતાબેન રામભાઇ ડવે જણાવ્યું હતું કે, પ્રદિપ 8માં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેની માતા રેસકોર્ષ રીંગ રોડ પર ફરવા લઇ જતા હતા. ત્યારે મેયર (Mayor) બંગલા સામે પ્રદિપે ઉભો રહિને કહ્યું હતું કે, મા એક દિવસ હું તને આ બંગલામાં રહેવા લઇ આવીશ. તેનું નાનપણનું આ સ્વપ્ન હવે સાકાર થયું છે જેની ખુશી છે.
બોલીવુડ સિંગર જુબિન નૌટિયાલ PM મોદીના માતા સાથે કરી મુલાકાત, લીધા આશીર્વાદ
તો ડૉ. પ્રદિપ ડવનાં પત્નિ પ્રજ્ઞાબેન શિક્ષક છે અને તેને જણાવ્યું હતું કે, પ્રદિપ ઘણાં વર્ષો થી રાજકારણ સાથે સંકળાયેલા છે. પરિવારનાં કામકાજમાં પ્રદિપ સમય ઓછો આપી શકતા હતા...પરંતુ હવે રાજકોટનાં મેયર (Mayor) તરીકેની જવાબદારી તેમનાં પર છે જેથી તે પરિવાર કરતા રાજકોટવાસીઓની જવાબદારી નિભાવે તે જરૂરી છે. જ્યારે પ્રદિપ ડવનાં સંતાનો પ્રિયાંશી અને હિતાર્થે જણાવ્યું હતું કે, પપ્પા અમને અભ્યાસમાં મદદ કરાવતા હતો. જોકે ચુંટણી લડતા હતા ત્યાર થી જ સમાજનાં કામકાજમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ત્યારે અમે પપ્પાને સમાજનાં કામકાજ કરતા રોકવાને બદલે મમ્મીની મદદ લઇ રહ્યા છીંએ.
દસક્રોઇના ભાજપના ધારાસભ્ય બાબુ જમના કોરોના પોઝિટિવ, સારવાર માટે તત્કાલ ખસેડાયા
મહત્વનું છે કે, રાજકોટ મહાનગરપાલિકા (Corporation) ની ચુંટણીમાં 72માંથી 68 બેઠક પર ભાજપ (BJP)નો ભવ્ય વિજય થયા બાદ યુવા ટીમ તરીકે ડૉ. પ્રદિપ ડવની મેયર (Mayor) તરીકે પસંદગી કરવામાં આવી છે. ત્યારે રાજકોટવાસીઓની અનેક આશાઓ નવનિયુક્ત મેયર (Mayor) પાસેથી હોય તે સ્વભાવિક છે. રોડ-રસ્તા, પાણી (Water) અને ગટર જેવા પ્રશ્નોની સાથે સાથે રાજકોટના આજીરીવરફ્રન્ટ, રામનાથ મહાદેવ મંદિર અને ટ્રાફિકની સમસ્યાને પ્રાધાન્ય આપવાનો દાવો મેયર (Mayor) ડૉ. પ્રદિપ ડવે કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube