બોલીવુડ સિંગર જુબિન નૌટિયાલ PM મોદીના માતા સાથે કરી મુલાકાત, લીધા આશીર્વાદ

બોલીવુડ સિંગર જુબિન નૌટિયાલે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા સાથે મુલાકાત કરી હતી. સિંગરે તેમના આશીર્વાદ લીધા હતા. 

Updated By: Mar 13, 2021, 09:40 PM IST
બોલીવુડ સિંગર જુબિન નૌટિયાલ PM મોદીના માતા સાથે કરી મુલાકાત, લીધા આશીર્વાદ

ગાંધીનગરઃ દેશને આઝાદી મળી તેના 75 વર્ષ થવાના છે. આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'આઝાદી કા અમૃત મહોત્સવ'નો પ્રારંભ કર્યો છે. અમદાવાદના ગાંધી આશ્રમમાં આયોજીત આ સમારોહમાં બોલીવુડ સિંગર જુબિન નૌટિયાલે દેશભક્તિના ગીતની પ્રસ્તુતિથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ તેઓ પીએમ મોદીના માતા હીરાબેનને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. 

પીએમ મોદીના માતા હીરાબેનને મળીને બોલીવુડ સિંગર જુબિન નૌટિયાલે તેમને આશીર્વાદ લીધા હતા. તેમની સાથે લીધેલી એક તસવીરને પોતાના ફેસબુક પર શેર કરીને લખ્યુ કે, હવે સમજાયું કે પીએમ આટલા વિનમ્ર કેમ છે. આ વિનમ્રતા માતા પાસેથી મળી છે. આ પહેલા જુબિન નૌટિયાલ અમદાવાદના ગાંધી આશ્રમમાં શરૂ થયેલા આઝાદીના અમૃત મહોત્સવમાં પહોંચ્યા હતા. અહીં તેમણે દેશભક્તિના ગીતની શાનદાર પ્રસ્તૃતિ આપી હતી. 

❤️ now I know why the PM is so Humble and down to earth . He got it from his Mama too .

Posted by Jubin Nautiyal on Friday, March 12, 2021

તો કાર્યક્રમ બાદ બોલીવુડ સિંહરે નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે મુલાકાત કરી હતી. અહીંથી તેઓ પંકજ મોદીની સાથે તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીના 95 વર્ષીય માતા હીરાબેન રહે છે. સિંગરે હીરાબેન સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તેમની સાથે તસવીર પણ લીધી હતી. 

મહત્વનું છે કે 2022માં દેશને આઝાદી મળ્યાના 75 વર્ષ પૂરા થઈ જશે. આ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નમક સત્યાગ્રહના 91 વર્ષ પૂરા થઈ ગયા છે. આ સિલસિલામાં પ્રધાનમંત્રી મોદીએ સાબરમતી આશ્રમથી અમૃત મહોત્સવની શરૂઆત કરી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube