ગૌરવ દવે/રાજકોટ: કોરોનાના સંક્રમણ વચ્ચે આવતીકાલે 31stની ઉજવણી કરવામાં આવશે. રાજકોટના યુવાનોમાં નવા વર્ષની ઉજવણીને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે. જોકે આ વખતે રાજકોટના યુવાનો 31st ની અનોખી ઉજવણી કરશે. યુવક-યુવતીઓ આ વખતે વિડીયો કોલિંગના માધ્યમ થી ઉજવણી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના યુવકોએ કહ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ક્રાઉડ એકત્ર ન કરવું જોઈએ કારણ કે, ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે બેદરકારી નવા વર્ષે ભારે પડી શકે છે. કોરોનાને લઈને સાવચેતી રાખવી જોઈએ. જેથી યુવતીઓ અલગ-અલગ વાનગીઓ બનાવીને પરિવારજનો સાથે જ ઉજવણી કરશે. મિત્રો સાથે વિડીયો કોલિંગ કરી યુવાનો ઉજવણી કરશે. યુવાનો લોકોને ડી.જે અને પાર્ટીઓમાં જવાને બદલે ક્રાઉડ એકત્ર ન કરવા અપીલ કરી રહ્યા છે.


CMની ખુરશી બાજુએ મૂકી બાંકડે બેસીને લોકોના પ્રશ્નો સાંભળે છે ભૂપેન્દ્ર પટેલ, જુઓ 'દાદા'નો અનોખો અંદાજ


માથે ઓમિક્રોનની સાથે કોરોના પણ તાંડવ કરી રહ્યો છે અને આવતીકાલે 2021નું આ વર્ષ વિદાય લઇ રહ્યું છે. ત્યારે નવા વર્ષને આવકારવાનો થનગનાટ આ વખતે અલગ રીતે જોવા મળશે. રાજ્યમાં રાત્રે 11 વાગ્યાથી રાત્રિ કરફ્યુ લાગુ થઇ રહ્યો છે ત્યારે રાજકોટમાં યુવાનો વિડીયો કોલિંગના માધ્યમથી ઉજવણી કરવાના છે. યુવાનોએ લોકોને ડી.જે અને પાર્ટીઓમાં જવાને બદલે ક્રાઉડ એકત્ર ન કરવા અપીલ કરી રહ્યા છે.


ગુજરાતમાં ત્રીજી લહેરની તૈયારીઓ વચ્ચે મોટી જાહેરાત; 8 મહાનગર પાલિકાઓમાં 7 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube