ગૌરવ દવે/રાજકોટ :રંગીલા રાજકોટિયન્સના શોખ વધતા જઈ રહ્યા છે. મોંઘીદાટ ગાડીઓની સાથે હવે યંગસ્ટર્સ જોખમી સ્ટંટ તરફ વળ્યા છે. અનેકવાર રાજકોટના રસ્તાઓ પર જોખમી સ્ટંટના ખેલ ખેલાતા હોય, અને તેના પુરાવા રૂપે વીડિયો મળતા હોય છે. ત્યારે વધુ એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સ્ટંટમેન ચાલુ બાઈક પર છુટ્ટા હાથે સ્ટંટ કરતો નજરે પડ્યો છે. આ સ્ટંટમેન જાણે રાજકોટ પોલીસને પડકાર ફેંકતો હોય તેવુ લાગી રહ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડી રાત્રે મોરબી રોડ વેલનાથ પુલ પરનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ચાલુ બાઈક પર છુટ્ટા હાથે સ્ટંટ કરતો યુવક વીડિયોમાં કેદ થયો છે. જો કોઈ ચૂક થાય તો આ સ્ટંટમેન અકસ્માત સર્જે તો ભારે પડી શકે છે. બી-ડિવીઝન પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતો યુવકનો વીડિયો પોલીસ માટે પણ શોકિંગ છે. 


GJ03DP787 નંબરના બાઈક ચલાકનો વીડિયો વાયરલ થયો છે. જે રાતના અંધારામાં ખુલ્લા રોડ પર સ્ટંટ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આવા જોખમી સ્ટંટ કરનારા યુવકોનુ પ્રમાણ વધી રહ્યુ છએ. અગાઉ જામનગર હાઇવે પર સ્ટંટ કરતા યુવકનું અકસ્માતે મોત થયું હતું.