Stock To Buy: દોડવા માટે તૈયાર છે Tata Group નો આ દિગ્ગજ શેર, 5 વર્ષમાં આપ્યું 150%થી વધુ વળતર
Tata Group Stock: Titan ઝુનઝુનવાલા પોર્ટફોલિયો (Jhunjhunwala Portfolio) માં લાંબા સમયથી સામેલ છે. માર્ચ ત્રિમાસિકની શેર હોલ્ડિંગના અનુસાર રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala) ની ટાઇટનમાં 5.4 ટકા ભાગીદારી છે.
Trending Photos
Tata Group Stock: ટાટા ગ્રુપની દિગ્ગજ કંપની ટાઇટન (Titan Company) ના શેરમાં સોમવારે (3 જૂને) અડધા ટકાની તેજી છે. એનાલિસ્ટ મીટ બાદ બ્રોકરેજ હાઉસ સ્ટોક પર બુલિશ છે. કંપની મેનેજમેન્ટે તમામ સેગમેંટમાં દમદાર ગ્રોથ પ્રાપ્ત કરવાને લઇને ભરોસો વ્યક્ત કર્યો છે. નિયર ટર્મમાં પડકાર છે. લોન્ગ ટર્મમાં ટાટા ગ્રુપના આ શેર ધારકો માટે મલ્ટીબેગર રહ્યો છે. Titan ઝુનઝુનવાલા પોર્ટફોલિયો (Jhunjhunwala Portfolio) માં લાંબા સમયથી સામેલ છે. માર્ચ ત્રિમાસિક શેર હોલ્ડિંગના અનુસાર રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala) ની ટાઇટનમાં 5.4 ટકા ભાગીદારી છે.
Titan: બ્રોકરેજનો ટાર્ગેટ
મોતીલાલ ઓસવાલ (Motilal Oswal) એ ટાઇટન પર ખરીદારીની સલાહ આપી છે. ટાર્ગેટ 400 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે ટાઇટને એનાલિસ્ટ મીટમાં કંપનીના ગ્રોથ અને ઓપરેટિંગ માર્જિન આઉટલુક પર ચર્ચા કરી. કંપની તમામ સેગમેંટમાં મજબૂત ગ્રોથ બનાવી રાખવાને લઇને પ્રોજિટિવ છે. કંપનીએ મીડિયમ ટર્મ દરમિયાન કોર બિઝનેસ માટે 15-20 ટકા અને ઇમર્જિંગ બિઝનેસ (wearables, Taneira, international, fragrance, etc.) માટે 30-40 ટકા ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યું છે. જોકે આ મીટમાં મહત્વપૂર્ણ પોઇન્ટ જ્વેલરી બિઝનેસ માટે EBIT માર્જિન ગાઇડન્સ રહ્યું. કંપનીએ લગભગ 12 ટકા (11.5%-12.5% for consolidated) રાખ્યો છે. પહેલાં આ 12-13 ટકા હતો.
રોકાણકારો માટે ગુડ ન્યૂઝ: 400% સુધી ડિવિડેન્ડ, શું તમારા પોર્ટફોલિયા છે આ 4 Stocks
New Rules: આજથી SBI કાર્ડના બદલાયા નિયમો, ICICI, HDFC અને BOB એ પણ આપ્યો ઝટકો
બ્રોકરેજે FY24-26 દરમિયાન 17% CAGR થી થી વધવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. જોકે જ્વેલરીનું EBIT માર્જિન (standalone) અનુમાન લગભગ 12 ટકા રહેવાની આશા છે. બ્રોકરેજે અર્નિંગ અનુમાન FY25 માટે 4 ટકા અને FY26 માટે 3 ટકા ઘટાડ્યું છે. બ્રોકરેજનું કહેવું છે કે નિયર ટર્મ ગ્રોથ/માર્જિનમાં ઉતાર-ચઢાવ થઇ શકે છે પરંતુ લોન્ગ ટર્મને લઇને કોઇ સ્ટ્રક્ચરલ ફેરફારની સંભાવના નથી.
એન્ટિક સ્ટોક બ્રોકિંગ (Antique Stock Broking) એ ટાઇટન પર ખરીદીની સલાહ આપી છે. સાથે જ પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઇઝ 4,017 રૂપિયા રાખવામાં આવી છે.
Goldman Sachs એ ટાઇટન પર ખરીદીની સલાહ આપી છે. સાથે જ પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઇઝ 3950 થી ઘટાડીને 3800 કર્યું છે.
JP Morgan એ ટાઇટન પર 'ઓવરવેટ' ની સલાહ આપી છે. ટાર્ગેટ 3850 રૂપિયા રાખવામાં આવી છે.
Macquarie એ 4000 ના લક્ષ્ય સાથે 'ઓવરવેટ' ની સલાહ આપી છે.
CLSA એ ટાઇટન પર ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 4045 રૂપિયા રાખી છે.
Stocks To BUY: 5 એવા શેર જેમાં રૂપિયા રોક્યા તો થઇ જશો માલામાલ, 45% સુધી મળશે રિટર્ન
Stocks to BUY: 15 દિવસમાં રોકેટની માફક ઉડવા લાગશે આ 5 શેર, તમે ખરીદ્યા કે નહી?
Titan Share Price History
જો આપણે ટાઇટનના શેરના પરફોર્મેંસ પર નજર નાખીએ તો તે લાંબા ગાળામાં રોકાણકારો માટે મલ્ટિબેગર રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં આ શેરે 150 ટકાથી વધુ વળતર આપ્યું છે. શેરમાં 3 વર્ષમાં 92 ટકા, 2 વર્ષમાં 48 ટકા અને 1 વર્ષમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. BSE પર ટાઇટનની 52 સપ્તાહની ઊંચી સપાટી 3,885 અને નીચી સપાટી 2,826.70 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 2.89 લાખ કરોડથી વધુ છે.
ટાઇટન લાંબા સમયથી ઝુનઝુનવાલા પોર્ટફોલિયોમાં સામેલ છે. માર્ચ 2024 ત્રિમાસિક શેરહોલ્ડિંગ પેટર્નના અનુસાર, રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala) ની પાસે ટાઇટનની 5.4 ટકા ( 47,483,470 ઇક્વિટી શેર) ભાગીદારી છે. તેની વેલ્યૂ 15,459 કરોડ રૂપિયાથી વધુ છે.
New Rules: કામના સમાચાર, આધારથી માંડીને ડ્રાઇવિંગ લાઇસન્સ સુધી આજથી બદલાઇ ગયા નિયમો
EPF New Rules: PFના ક્લેમ માટે ચેકબુક-પાસબુકની નહીં પડે જરૂર, આવી મોટી ખુશખબર
(Disclaimer: અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે