સૈદય મુસ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્રની ટીમે શરૂ કરી તૈયારી
રણજી ટ્રોફીની વર્તમાન ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફી માટેની તૈયારી શરૂ કરી છે. ટીમ આ વર્ષે ઈન્દોરમાં પોતાની તમામ મેચ રમવાની છે.
રક્ષિત પંડ્યા, રાજકોટઃ કોરોનાને કારણે અટકી પડેલી ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન ફરી એકવાર શરૂ થવાની છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની T20 ટૂર્નામેન્ટ આગામી 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાવાની છે. સૈયદ મુસ્તાક અલી T20 ટૂર્નામેન્ટ 6 ઝોનમાં રમાડવાનો નિર્ણય કરાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ની ટીમનો પણ સમાવેશ થાય છે. સૈયદ મુસ્તાક અલી T20 ટુર્નામેન્ટમાં સફળતા મેળવવા સૌરાષ્ટ્રની ટીમ દ્વારા પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે.
ઈન્દોરમાં રમશે સૌરાષ્ટ્રની ટીમ
સૌરાષ્ટ્રની ટીમ ઇન્દોર ખાતે 5 મેચ રમવાની છે, જે પૈકી 2 મેચ રાત્રી અને 3 મેચ દિવસ દરમિયાન રમશે. આ સાથે સૌરાષ્ટ્રની ટીમ ઇન્દોર જવા માટે 2 તારીખે રાજકોટથી રવાના થશે અને ત્યાં પહોંચી તારીખ ૧૧ જાન્યુઆરીના રોજ પ્રથમ મેચ હોલ્કર સ્ટેડિયમ ખાતે રમશે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં પદના દૂષણનો વિવાદ ઉઠ્યો, પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડના સનસનીખેજ આક્ષેપો
ઉલ્લેખનિય છે કે ગત વર્ષ રણજી ટ્રોફી ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર ટીમે શાનદાર જીત મેળવી હતી જેથી ટીમનો જુસ્સો અકબંધ જોવા મળી રહ્યો છે અને કેપટન જયદેવ ઉનડકટ ની આગેવાનીમાં સારા આશા છે. સૈયદ મુશ્તાલ અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરવા માટે સૌરાષ્ટ્રના ખેલાડીઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube