રક્ષિત પંડ્યા/રાજકોટ :કોરોનાથી બચવા શું શું કરવુ જોઈએ અને શુ ન કરવુ જોઈએ તેવી વારંવાર સૂચના સરકાર દ્વારા આપવામાં આવે છે. છતાં જવાબદાર નેતાઓ ભાન ભૂલી જાય છે. એક તરફ મુખ્યમંત્રી જાહેરમાં ન થૂકવાનું સૂચન કરી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટના ભાજપના ધારાસભ્ય પોતાના જ રાહત રસોડામાં થૂકતા કેમેરામાં ઝલાઈ ગયા. રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ખુદ ધારાસભ્ય જ જાહેરમાં ન થૂંકવાની પોતાના જ મુખ્યમંત્રીની સૂચનાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા. આમ, ભાજપના જ ધારાસભ્યએ નિયમો નેવે મૂક્યા. 


જે બાળકીને હોસ્પિટલ મૂકીને માતાપિતા રાજસ્થાન ભાગી ગયા હતા, તેના અંતિમ સંસ્કાર એક સામાજિક કાર્યકરે કર્યાં  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ રૈયાણી રાજકોટના કોર્પોરેટરની સાથે સાથે પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય  પણ છે. પોતાના આવા વર્તનને કારણે તેઓ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. હાલ કોરોનાને પગલે લોકડાઉનને કારણે ફસાયેલા લોકો માટે અરવિંદ રૈયાણી 3 રાહતના રસોડા પોતાના વિસ્તારમાં ચલાવે છે. ત્યારે પોતાના રાહતના રસોડામાં કામ દરમિયાન જ તેઓ માવો ખાઇને થૂંકયા હતા. તેમની આવી હરકતનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો અને વાયરલ થતા લોકોએ તેમના પર ફિટકાર વરસાવી હતી. 


સત્ય આવ્યું સામે... બિગબીએ આખરે કહ્યું કે ઋષિ કપૂરને હોસ્પિટલમાં કેમ મળવા ન ગયા 


ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર અને નાગરિકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જાહેરમાં થૂકવાથી કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. આવામાં જો સામાન્ય લોકો સામે આવુ વર્તન કરે તો મનપા તેમની સામે કડક કાર્યવાહી કરે છે. ત્યારે જોવુ એ રહ્યું કે હવે ભાજપના આ ધારાસભ્ય સામે શું કાર્યવાહી થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર