રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં કોરોનાની એન્ટ્રી થતા જ રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર કોરોનાનું હોટસ્પોટ બની ગયો હતો. એક પછી એક આ વિસ્તારમાંથી ઢગલાબંધ કોરોનાના પોઝિટિવ કેસ આવવા લાગ્યા હતા. ત્યારે હવે આખરે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળી છે. જંગલેશ્વર વિસ્તારના 27 હજાર લોકો અત્યાર સુધી આ કન્ટેઈનમેન્ટ ઝોનમાં હતા. આ વિસ્તારમાં ગુજરાતનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. હવે રાજકોટમાં માત્ર અંકુર સોસાયટીના 2300 લોકો જ કન્ટેનમેન્ટ ઝોન હેઠળ છે. કોરોના કારણે જંગલેશ્વર વિસ્તાર સતત ચર્ચામાં રહ્યો હતો. આખરે જંગલેશ્વરને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળી છે. 


Big Breaking : કોંગ્રેસ પ્રમુખના દાવા ખોટા સાબિત થયા, 2 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં એક બાદ એક કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આજ રોજ રાજકોટ ગ્રામ્યમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે બંને પોઝિટિવ દર્દી અન્ય જિલ્લામાંથી રાજકોટ આવી હોમ ક્વોરોન્ટીન હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવી રહ્યું છે. રાજકોટ જિલ્લાના પડધરી ગામે એક 30 વર્ષીય મહિલા અને જેતપુરના દેવકી ગાલોલ ગામે 54 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બંને દર્દીને અયસોલેશન વોર્ડમાં ખસેડી તેમની સાથે સંપર્કમાં રહેલ લોકોને ક્વોરેન્ટાઈન કરવા કામગીરી શરૂ કરી છે.


મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં મારા ઉમેદવાર ઉતારીશ : શંકરસિંહ વાઘેલા   


પડધરી તાલુકામાં કોરોનાની એન્ટ્રી 


રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આજ રોજ કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ગત 26 મેના રોજ મુંબઇથી રાજકોટ આવી બાદમાં પડધરીના મોવૈયા સર્કલ નજીક એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષીય મહિલાને સેલ્ફ ક્વોરેન્ટાઈન દરમિયાન કોરોના લક્ષણ જણાતા રિપોર્ટ કર્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આજે પડધરીમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ જાહેર થયો છે. હાલ આરોગ્ય વિભાગ દર્દીને હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં ખસેડી તેમની સાથે સંપર્કમાં આવેલ લોકોની યાદી તૈયાર કરી તેમને ક્વોરેન્ટાઈન કરવા અને એપાર્ટમેન્ટને ક્વોરેન્ટાઈન કરવા અંગે કાર્યવાહી શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર