ગુજરાતના આ ગામમાં અશુભ ગણાય છે રક્ષાબંધન, આજે પણ ઉજવાતી નથી રક્ષાબંધન
Raksha bandhan: પાલનપુરથી 8 કિમી દૂર આવેલ પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એક દિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરી રહી છે.
અલ્કેશ રાવ, પાલનપુર: સમગ્ર ભારતમાં 30 ઓગસ્ટેના રોજ રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે. પરંતુ બનાસકાંઠા જિલ્લાનું એક ગામ એવું છે, જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે અને એક દિવસ પૂર્વે એટલે કે આજે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આજે બુધવારે બહેન ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધન ઉજવે છે. એક દિવસ પહેલા રક્ષાબંધન મનાવવા પાછળનું કારણ તમે જાણશો તો દંગ રહી જશો.
પાલનપુરથી 8 કિમી દૂર આવેલ પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એક દિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરી રહી છે. છેલ્લા 200 વર્ષથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન મનાવવામાં આવે છે. ચડોતર ગામની લોકવાયકા મુજબ, વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકશાન થયું હતું. તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે ગ્રામજનોએકત્ર થઈને ગામના પૂજારી પાસે ગયા ત્યારે પુજારીએ ચડોતર ગામની સુખ અને સલામતીના રક્ષણ કાજે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ આગાઉ ભાઈને રાખડી બાંધવાનું સૂચન કર્યું હતું. ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામની યથાવત છે.
55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''
આ 3 વાસ્તુ ટિપ્સ તમને બનાવી દેશે કરોડપતિ,આટલું ધ્યાન રાખશો તો મા લક્ષ્મી થશે પ્રસન્ન
ચડોતર ગામના પૂજારી દીપકભાઈ શાસ્ત્રી જણાવે છે કે, વર્ષો પહેલા અમારા ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેના કારણે ગામલોકો ભયભીત થઈ ગયા હતા. તો ગામના ઉપસરપંચ તેજમલજી જસાતરે કહ્યું કે, ગામમાં રોગચાળો ફાટવાના કારણે સાધુ મહાત્માએ ઉપાય બતાવ્યો હતો કે ગામમાં રક્ષાબંધનના દિવસે કોઈ પણ બહેન તેના ભાઈને રાખડી નહિ બાંધે.
માનો કે ન માનો 10 રૂપિયાનો સિક્કો દૂર કરશે ડેંડ્રફ, મોંઘીદાટ પ્રોડક્ટનો થશે મોહભંગ
તમારા દેવતાને રાખડી બાંધવાથી દૂર થશે મુશ્કેલીઓ, જાણો કયા ભગવાનને કઇ રાખડી બાંધવી
Weight Loss: આ 5 ફ્રૂટનું કરો સેવન, ફટાફટ ઉતરવા લાગશે વજન, બની જશો સ્લિમ અને ટ્રીમ
ત્યારબાદ સંતે કહ્યું કે આજ પછી હવે રક્ષાબંધનના દિવસે આપણા ગામમાં કોઇ બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી નહિ બાંધે. ત્યારથી લઈને આજ દિન સુધી ચડોતર ગામની એક પણ દીકરી રક્ષાબંધન પર પોતાના ભાઈને રાખડી બાંધતી નથી. ગામમાં 200 વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કે રક્ષાબંધનના આગળના દિવસે રક્ષાબંધન ઉજવાય છે.
Tandoori Roti: રૂપિયા આપી બિમારી ઘરે લાવવી હોય તો ઓર્ડર કરજો તંદૂર રોટી, જાણો નુકસાન
vastu tips: ઘરનો મુખ્ય દરવાજો ચમકાવી દેશે ભાગ્ય, બસ આટલી બાબતોનું રાખો ધ્યાન
દેશભરમાં આવતી કાલે ભાઈ-બહેનના પવિત્ર બંધન એવા રક્ષાબંધન ઉજવણી થનાર છે, ત્યારે આજે રક્ષાબંધનના એક દિવસ અગાઉ પાલનપુરના ચડોતર ગામની બહેનોએ આજે ભાઈને રાખડી બાંધીને ચડોતર ગામની રક્ષાબંધન ઉજવણીની 200 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત રાખી છે. આજે ગામમાં ધામધૂમભર્યો માહોલ છે.
સંપત્તિના મામલે આ બિહારીની છે બોલબાલા, કોલેજ છોડી આ રીતે બન્યા સૌથી ધનવાન વ્યક્તિ
Raksha Bandhan 2023: રક્ષાબંધન પર ભાઇને રાશિ મુજબ બાંધો રાખડી, પ્રાપ્ત થશે દિર્ઘાયુ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube