Bihar Richest Man: સંપત્તિના મામલે આ બિહારી UP વાળાઓ પર ભારે, કોલેજ છોડી આ રીતે બન્યા સૌથી ધનવાન વ્યક્તિ

Anil Agarwal Salary: અનિલ અગ્રવાલ પટનાની મિલર હાઈસ્કૂલના વિદ્યાર્થી હતા. કોલેજ જવાને બદલે તેમણે પિતાના ધંધામાં મદદ કરવાનું શરૂ કર્યું. 19 વર્ષની નાની ઉંમરે તેઓ મુંબઈ ગયા. તેમણે 1970ના દાયકાના મધ્યમાં શરૂઆતી સફળતા પ્રાપ્ત કરી.

Bihar Richest Man: સંપત્તિના મામલે આ બિહારી UP વાળાઓ પર ભારે, કોલેજ છોડી આ રીતે બન્યા સૌથી ધનવાન વ્યક્તિ

Anil Agarwal Net Worth: વેદાંત ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ અનિલ અગ્રવાલ દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે. પટનાના મારવાડી પરિવારમાં 1954માં જન્મેલા અનિલ અગ્રવાલ એક સફળ બિઝનેસમેન છે. તેમના પરિવારના 70 ટકા લોકો બિઝનેસ કરે છે. પરિવારની કુલ સંપત્તિ 32,000 કરોડ રૂપિયાથી વધુ છે. અગ્રવાલ પોતાની સક્સેસ સ્ટોરીમાં બિહારને સામેલ કરવાનું ભૂલતા નથી. પોતાના ફેવરિટ ફૂડ વિશે વાત કરતાં તેણે જણાવ્યું કે તેને લિટ્ટી-ચોખા સૌથી વધુ પસંદ છે.

અનિલ અગ્રવાલના પિતાનો એલ્યુમિનિયમ કંડક્ટરનો નાનો બિઝનેસ હતો. અનિલ પટનાની મિલર હાઈસ્કૂલના વિદ્યાર્થી હતા. કોલેજ જવાને બદલે તેણે પિતાના ધંધામાં મદદ કરવાનું શરૂ કર્યું. 19 વર્ષની નાની ઉંમરે તેઓ મુંબઈ ગયા. તેમણે 1970ના દાયકાના મધ્યમાં શરૂઆતી સફળતા હાંસલ કરી. તે કેબલ કંપનીઓ પાસેથી ભંગારની ધાતુ ભેગી કરીને મુંબઈમાં વેચી દેતા  હતા. આનાથી તેમને મોટો નફો થતો હતો. 1976 માં  તેમણે કોપર નિર્માતા શમશેર સ્ટર્લિંગ કોર્પોરેશનને હસ્તગત કરી.

1986 માં લગાવી પ્રથમ ફેક્ટરી
આ દાનથી તેમણે 10 વર્ષ સુધી બિઝનેસ ચલાવ્યો. 1986 માં તેમણે એક ફેક્ટરી બનાવી, તે જેલી ફિલ્ડ કેબલ બનાવતી હતી. ઇનપુટ કોસ્ટને ઘટાડવા માટે તેમણે ફેક્ટરી માટે જરૂરી ધાતુઓ ખરીદવાને બદલે તેનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. 1993 સુધીમાં તેમની સ્ટરલાઇટ તાંબુ ગળાવનાર ​​પ્રથમ ખાનગી કંપની બની ગઇ. બાદમાં તેમણે મદ્રાસ એલ્યુમિનિયમનું અધિગ્રહણ કર્યું. 2001માં 551 કરોડ રૂપિયામાં બાલ્કોમાં 51 ટકા હિસ્સો ખરીદ્યા પછી તેઓ એલ્યુમિનિયમ ઉદ્યોગમાં મોટું નામ બની ગયા.

કેઇર્ન ઇન્ડિયા પણ કરી હસ્તગત 
ત્યારબાદ તેમણે સરકારત તરફથી સંચાલિત થનાર હિન્દુસ્તાન ઝિંક લિમિટેડને હસ્તગત કરી, તેમાં તેમનો હિસ્સો 65 ટકા છે. તેમણે સૌથી મોટી ખાનગી ઓઈલ ઉત્પાદક કંપની કેઈર્ન ઈન્ડિયાને પણ હસ્તગત કરી. આ સિવાય તેમણે ઘણા દેશોની કંપનીઓ પણ હસ્તગત કરી હતી. ગત વર્ષે, તેમણે કહ્યું હતું કે વેદાંતા અને ફોક્સકોન સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે પ્લાન્ટ્સ બનાવવા માટે 2022 સુધીમાં ભારતમાં $20 બિલિયનનું રોકાણ કરશે.

સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ
તેમણે એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે તે વેદાંતમાં 5 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી રહ્યા છે. અગ્રવાલની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે, ટ્વિટર પર તેના 1,63,000 થી વધુ ફોલોઅર્સ છે. તે પોતાના એકાઉન્ટ પર મોટિવેશનલ વીડિયો શેર કરતા રહે છે. તેમણે એકવાર કહ્યું, તમે બધા જાણો છો, અંગ્રેજી મારી પ્રથમ ભાષા નથી. પરંતુ જ્યારે મારે કામ માટે બિહાર છોડવું પડ્યું ત્યારે મને 'હોમસિક' શબ્દનો અર્થ સમજાયો.

બિહાર પ્રત્યેના મારા પ્રેમને વ્યક્ત કરવા માટે મારી પાસે પૂરતા શબ્દો નથી. બિહારની દરેક વાત દુનિયાથી અલગ છે. તેમણે એમ પણ કહ્યું કે તાજેતરમાં મને તે શેરીઓમાં જવાનો મોકો મળ્યો જ્યાં હું મોટો થયો છું. અનિલ અગ્રવાલે પોતાની સંપત્તિનો 75 ટકા દાન કરવાનો વાયદો કર્યો છે. ફોર્બ્સ અનુસાર તેમની અંગત સંપત્તિ 16,400 કરોડ રૂપિયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news