વોશિંગ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટે બુધવારે અયોધ્યા રામ મંદિરનું ભુમિપુજન કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આટલું જ નહી વિદેશમાં પણ અનેક જગ્યાએ ભારતીયોની ઉજવણીનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના વોશિંગ્ટનમાં ભારતીય સમુદાયે સવારે ભગવા ઝંડા સાથે રેલી કાઢી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા, ભરૂચ કલેક્ટરે હોસ્પિટલ ચેકિંગ કરવા આદેશ આપ્યો

અમેરિકામાં અનેક મંદિરોમાં વિશેષ પુજાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જ્યારે કેટલીક જગ્યાએ લોકોએ મોટી સ્ક્રીન લગાવી ભુમિ પુજનના કાર્યક્રમને લાઇવ નિહાળ્યો હતો. જ્યારે અનેક હિન્દુઓએ રાત્રે ઘરે દિપક પ્રગટાવ્યો હતો. બીજી તરફ ન્યુયોર્ક શહેરમાં પણ હિન્દુ સમુદાય દ્વારા આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. 


શ્રેય હોસ્પિટલકાંડ: ડિજિટલ લોક હોવાથી ICU ગેસ ચેમ્બર બની ગયું, લોકો તડપી તડપીને મર્યા

રામ જન્મભૂમિ શિલાન્યાસ સેલિબ્રેશન કમિટી (USA) ના ચેરમેન જગદીશ સેવહાનીના જણાવ્યું હતું કે, 5 ઓગસ્ટની સાંજે અહીં દીપ પ્રાગટ્ય અને સંધ્યા અને આરતી બહેનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટા પ્રમાણમાં ભારતીય સમુદાયના લોકો અને અમેરિકનો પણ જોડાયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર