ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા, ભરૂચ કલેક્ટરે હોસ્પિટલ ચેકિંગ કરવા આદેશ આપ્યો
Trending Photos
ભરૂચ : અમદાવાદની કોવિડ 19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં 8 દર્દીના મૃત્યુ બાદ ભરૂચ જિલ્લા કલેક્ટરે તમામ કવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું ઓડિટ કરીને રિપોર્ટ સોંપવા માટેનો આદેશ આપ્યા છે. જેના પગલે ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે 10 જેટલી કોવિડ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું છે.
ભરૂચ જિલ્લા કલે્ટર ડૉ. એમ.ડી મોડીયાના આદેશ બાદ ફાયર વિભાગની ટીમે ભરૂચ સિવિલ હોસ્પિટલમા ફાયર સેફ્ટીનું ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરૂચની તમામ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનાં સાધનોનું ચેકિંગ શરૂ કર્યું છે. કલેક્ટરે તમામ હોસ્પિટલનું ઓડિટ કરવાનું કામ ચાલુ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બનેલી આગની ઘટના બાદ હવે તંત્ર દોડતું થયું છે. તમામ જિલ્લાનાં કલેક્ટરો દ્વારા પોત પોતાની હોસ્પિટલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કોવિડ 19 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે કોઇ કાળજી નહી લેવાતી હોવાનું સામે આવ્યું છે. જેના પગલે સમગ્ર રાજ્ય તંત્ર દોડતું થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે