હિમાંશું ભટ્ટ/મોરબી: અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબીના યુવક અને યુવતીઓ સહિતનાઓમાં ખાસ ટેટૂનો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને યુવાનો રામ નામ, રામની છબી અને હનુમાનનું નામ તેમજ હનુમાનનું ટેટૂ બનાવવા માટે આવે છે. જે ટેટૂ હાલમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેવ ઉસળવાળાને બોટ કોણે આપી? મોતની બોટ ચલાવતા વ્યક્તિ સુધી પહોંચ્યું ZEE 24 કલાક


સનાતન હિન્દુઓનું વર્ષો જૂનું સપનું સાકર થવા જઇ રહ્યું છે અને અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ ઐતિહાસિક ઘડી કાયમી યાદગાર બની રહે તેના માટે લોકો અવનવા આયોજન કરી રહ્યા છે. ત્યારે ન માત્ર યુવક અને યુવતીઓ પરંતુ બાળકો સહિતનાઓ હાલમાં પોતાના શરીર ઉપર રામ નામ, રામની છબી, હનુમાન નામ અને હનુમાનની છબી વિગેરેના ટેટૂઓ બનાવવા માટે આવી રહ્યા છે. હાલમાં રામને લગતા ટેટુ બનાવવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે.


Boat Accident: બોટ કાંડમા ભીનું ના સંકેલાય તે માટે ગુજરાત સરકારે રચી 7 સુપરકોપની SIT


રામમય વાતાવરણ ચોમેર જોવા મળી રહ્યું છે ત્યારે મોરબી સહિત સમગ્ર દેશમાં લોકો પોતાનાથી આપી શકાય તે પ્રકારનું યોગદાન આપી રહ્યા છે. મોરબીના છાત્રાલય રોડ ઉપર દુકાન ધરાવતા ટેટૂ આર્ટિસ્ટ દ્વારા આગામી 22 મી તારીખ સુધીમાં જે કોઈ લોકોને અયોધ્યાની ઐતિહાસિક ઘડી કાયમી યાદગાર બની રહે તેના માટે પોતાન શરીર ઉપર ટેટૂ બનાવવું હોય તો તેને વિના મૂલ્યે ટેટૂ બનાવી આપવામાં આવે છે. જેથી કરીને ઘણા યુવક, યુવતીઓ અને બાળકો સહિતના ટેટૂ બનાવવા માટે આવે છે. તેને ટેટૂ આર્ટિસ્ટ દ્વારા રામ નામ, રામની છબી, હનુમાન નામ અને હનુમાનની છબી વિગેરેના ટેટૂઓ બનાવી આપવામાં આવે છે. 


Rotliya Hanuman: હનુમાનદાદાનું અનોખું મંદિર, જ્યાં પ્રસાદરૂપે ચડે છે રોટલા-રોટલી


ખાસ કરીને મોરબી શહેરના કોલેજીયન યુવક-યુવતીઓમાં અયોધ્યાની ઐતિહાસિક ઘડીને ખૂબ આકર્ષણ જોવા મળી રહ્યું છે અને લોકોમાં આગામી ૨૨ મી તારીખે છવાઇ જવા માટે યુવાનો સહિતનાઓમાં ઘેલું લાગ્યું હોય તે રીતે લોકો પોતાના શરીરે રામના ટેટૂ બનાવી રહ્યા છે અને દિવસેને દિવસે ટેટુનો ક્રેઝ વધી રહ્યો છે.


બાયોડેટા તૈયાર રાખજો: ગુજરાતમાં આ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે, ખુલશે મોટી રોજગારી