Vadodara Boat Accident: બોટ કાંડમાં ભીનું ના સંકેલાય તે માટે ગુજરાત સરકારે રચી 7 સુપરકોપની SIT

પોલીસ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાને SITની રચના કરવામાં આવી છે. 7 સભ્યોની SITની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાં SITના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે.

Vadodara Boat Accident: બોટ કાંડમાં ભીનું ના સંકેલાય તે માટે ગુજરાત સરકારે રચી 7 સુપરકોપની SIT

Vadodara Boat Accident: વડોદરા બોટ કાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાને SITની રચના કરવામાં આવી છે. 7 સભ્યોની SITની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાં SITના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. જ્યારે વડોદરા DCP પન્ના મોમાયા સુપરવિઝન અધિકારી, DCP ક્રાઈમ યુવરાજસિંહ જાડેજા સુપરવિઝન અધિકારી, ACP ક્રાઇમ એચએ રાઠોડ તપાસ અધિકારી, હરણી પોલીસ સ્ટેશનના PI સીબી ટંડેલ સભ્ય, ક્રાઇમ બ્રાન્ચના PI એમએફ ચૌધરી સભ્ય અને ક્રાઈમ બ્રાન્ચના PSI પીએમ ધાકડા પણ સભ્ય તરીકે SITની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. 

વડોદરા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, વડોદરાના હરણી મોટનાથ લેક ઝોન ખાતે દુઃખદ બનાવ બન્યો છે. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે. અમે આ ઘટનામાં ગઈકાલે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટનામાં તપાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે કંપનીના 15 લોકો વચ્ચે પાર્ટનરશિપ છે. પાર્ટનરોએ ટકાવારી પ્રમાણે શેર વહેંચી લીધા છે. આ ઘટના બાદ કંપનીના ત્રણ ડાયરેકટરોની પોલીસે ધરપકડ કરી લીધી છે, આ સાથે કુલ 6 આરોપીની ધરપકડ કરી છે. 

તેમણે ઉમેર્યું હતું કે, એક આરોપીનું મૃત્યુ થયું છે તે માહિતી મળી છે જેની પોલીસ ખરાઈ કરી રહી છે. આરોપીના સરનામા બદલાયા છે જે મામલે અમે નવા સરનામા મેળવી લીધા છે. તપાસ યોગ્ય રીતે ચાલી રહી છે. તપાસ ACP ક્રાઈમ રાઠોડને સોંપાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 11 લોકોની અંતિમવિધિ પૂરી થઈ છે, જ્યારે, 3 લોકોના મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આરોપીની પકડી પૂછપરછ કરી તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ વધુ આરોપીઓ સામે આવશે. જાણવા મળ્યું છે કે કંપની બની તેમાં શરૂઆતમાં 4 ડાયરેક્ટરો હતા, જેમાંથી બે નીકળી ગયા, બાદમાં બીજા નવા પાર્ટનર ઉમેરાયા હતા.

પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે, તેમાં ભિમસિંગ યાદવ, રશ્મિકાંત પ્રજાપતિ, વેદ પ્રકાશ યાદવ, અંકિત વસાવા, નયન ગોહિલ અને શાંતિલાલ સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આ ઘટનામાં અમને કોઈ રાજકીય દખલગીરી નથી. બે વર્ષ પહેલા કોઈ NGO એ અરજી કરી હતી, જેમાં પાલિકાનું ધ્યાન દોર્યું હતું. હજી અમે તમામ પાસાઓ પર તપાસ કરી રહ્યા છે. આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ ગયા છીએ. 

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં વડોદરા બોટ દુર્ધટનામાં કુલ 6 શખ્સની અટકાયત કરવામાં આવી છે. ગઇ કાલે વધુ કોટિયા કંપનીના 3 પાર્ટનરોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ રીતે ગઈકાલે પકડાયેલા 3 સહિત કુલ છની અટકાયત કરવામાં આવી છે. તમામ છ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મેઇન કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ આપ્યા બાદ એ કંપનીએ કોને કોને  પેટા કોંટ્રાક્ટ સોંપ્યો તેની તપાસ થઇ રહી છે. 2017માં કોર્પોરેશને આપેલ કોંટ્રાક્ટમાં 4 ભાગીદાર હતા.પરેશ શાહનો દિકરો વત્સલ, ધર્મીન ભતાણી વહીવટ  સંભાળતા હતા. 2017માં કોર્પોરેશન સાથે થયેલા કરારમાં પણ પરેશ શાહનું નામ નથી. પરેશ શાહના પુત્ર વત્સલ શાહ, પત્ની સહિત 4ના નામે  કોંટ્રાક્ટ હતો.

વડોદરા બોટ દુર્ઘટનામાં સૌથી મોટો ખુલાસો થયો હતો. તળાવ ડેવલપનો કોન્ટ્રાક્ટ સમયે કોટિયા પ્રોજેક્ટમાં છ પાર્ટનર હતા. પરંતુ હાલમાં કોટિયા પ્રોજેક્ટમાં 16 પાર્ટનર છે. જેમ જેમ એક્ટિવિટી વધી, તેમ તેમ પાર્ટનરો પણ વધતા ગયા હતા. કયા પાર્ટનરને કઈ જવાબદારી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news