નિલેશ/વાપી: અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વાપી સહી સમગ્ર વલસાડ જિલ્લામાં પણ ઉત્સાહનો માહોલ છે. અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા 22 મી તારીખે સેવાકિય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. એવા સમયે વાપીમાં એક કેક શોપ નાસંચાલક રામભક્તે અનોખી જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PMએ વીરભદ્ર મંદિરમાં કરી પૂજા અર્ચના, જાણો લેપાક્ષીનું રામાયણમાં શું છે તેનું મહત્વ


વાપીના છીરી રોડ પર ધ કેક ફેક્ટરી નામની કેક શોપ ચલાવતા વિકી સિંહ નામના દુકાનદારે પોતાની દુકાનની બહાર બોર્ડ મારી 22 મી તારીખે જેમનો જન્મદિવસ હોય તેને મફતમાં જન્મદિવસની કેક આપવાની જાહેરાત કરી છે. 22મી તારીખે મફતમાં જન્મદિવસની કેક આપવાની જાહેરાતનું બોર્ડ પણ માર્યું છે. જોકે મફતમાં કેક મેળવવા માટે ગ્રાહકે જન્મ તારીખ દર્શાવતું ઓળખ પત્ર બતાવવું જરૂરી છે. 


1-2 કલાકનું કામ અને થશે મોટી કમાણી, માત્ર 10 હજાર રૂપિયા લગાવી શરૂ કરી શકો છો બિઝનેસ


આમ 22મી તારીખે ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને યાદગાર બનાવવા સેવાકીય સંસ્થાઓની સાથે વ્યક્તિગત રીતે રામ ભક્તો પણ આ પ્રસંગને યાદગાર બનાવવા પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે વાપી ના યુવા પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ ખૂબ જ ખુશ છે અને આવી ઓફરને બિરદાવી રહ્યા છે.


દુનિયાના આ 5 સુપર રિચ, દર કલાકે કરી રહ્યા છે ₹116195590000 ની કમાણી