ઝી બ્યુરો/રાજકોટ: શહેરમાં રહેતા અને સરકારી પૂર્વ કર્મચારી રમેશ ફેફર પોતાને કલ્કી અવતાર ગણાવે છે. પરંતુ આ કર્મચારીએ તો આ વખતે હદ કરી નાંખી. વિવાદોનો બીજો પર્યાય બની ગયેલા રમેશ ફેફરે બ્રહ્મ સમાજનું સૌથી મોટું અપમાન કર્યુ. તેણે બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની સરખામણી રાક્ષસ સાથે કરી અને બ્રાહ્મણોનો નાશ થશે તેવી ભવિષ્યવાણી કરી નાંખી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતના વાતાવરણમાં મોટા ગરબડ ગોટાળા, ચોમાસાની પેટર્ન બદલાઈ


થોડી તો લાજ રાખવી હતી! મોટી બહેનને લગ્ન વિના ગર્ભવતી બનાવી અને નાની પર બળાત્કાર


મહત્વનું છે કે પૂર્વ સરકારી કર્મચારી રમેશ ફેફરે દાવો કર્યો હતો કે તે કલ્કી અવતાર છે. અહીં સુધી તો ઠીક છે પરંતુ આ મહાશયે સરકારને ધમકી આપી હતી કે જો તેમને પગાર નહીં ચૂકવવામાં આવે તો દુષ્કાળ લાવી દેશે. તેમણે સરકારને પત્ર લખીને પોતાનો એક વર્ષનો પગાર અને ગ્રેચ્યુઈટીના રોકેલા રૂપિયા 16 લાખ રૂપિયા તાત્કાલિક આપવા માગણી કરી હતી. ત્યારથી તે અવારનાર ભગવાન અને વિવિધ સમાજ વિશે વિવાદિત નિવેદન કરીને ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરે છે. પરંતુ આવા માનસિક રીતે બીમાર વ્યક્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.


ભાજપનો ચૂંટણી પ્રચાર : CM, HMથી લઈને પ્રદેશ પ્રમુખે લીધી સેલ્ફી, આ મતદારો ટાર્ગેટમાં


  • હિન્દુસ્તાનના મંદિરમાં જેટલા બ્રાહ્મણો પૂજા કરે છે તે બધા નરકમાં જવાના છે: પોતાને કલ્કી અવતાર ગણાવતાં રમેશ ફેફરનું વિવાદિત નિવેદન

  • ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજ તથા ભગવાન પરશુરામનો હું 'હાર્ટ એટેક'થી નાશ કરી દેવાનો છું: રમેશ ફેફર

  • ચંદ્રયાન-3 ચૂંટણી જીતવા માટે મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે: રમેશ ફેફર

  • હિંદુ ધર્મમાં હવે દમ નથી રહ્યો: રમેશ ફેફરનું વિવાદિત નિવેદન

  • મારુ પેંશન અટકાવ્યું છે એટલે જગદંબા કોપાયમાન થયા છે: રમેશ ફેફર

  • જો હું ભગવાન હોઉં ને તો ભારતની પ્રજાને ધોકાઉ 

  • વર્ષ પછી એકેય બ્રાહ્મણને હું રહેવા દેવાનો નથી: રમેશ ફેફરના નિવેદનથી વિવાદ