અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતના વાતાવરણમાં મોટા ગરબડ ગોટાળા, પહેલીવાર ચોમાસાની પેટર્ન બદલાઈ

Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની વધુ એક આગાહી... ગુજરાતમાં ચોમાસામાં થશે ઉનાળા જેવો અહેસાસ..સપ્ટેમ્બરમાં ઉનાળા જેવી ગરમી પડવાની આગાહી... 23 સપ્ટેમ્બરથી સખત ગરમી પડવાના અંબાલાલ પટેલની આગાહી... 

1/6
image

અલ-નિનોને કારણે લાંબા સમય સુધી વરસાદ પર બ્રેક લાગી છે. જૂનથી ઓગસ્ટ સુધીમાં વરસાદમાં આવેલી વધઘટનું કારણ જળવાયું પરિવર્તન છે. આવામાં ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની વધુ એક આગાહી આવી છે. તેમણે જણાવ્યું કે, આગામી 27 થી 31 ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટાની શક્યતા છે.  

2/6
image

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાના અંતમાં જ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 13 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી ગરમીનો અહેસાસ થશે. 23 સપ્ટેમ્બરથી સખત ગરમીના અહેસાસની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થશે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે.

3/6
image

તેમણે વધુમાં જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાના અંતમાં ગરમીનો અનુભવ થશે. જેથી 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદના હળવા ઝાપટા પડવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનાના અંતમાં ગરમીનો અનુભવ થશે. 28 ઓગસ્ટથી ભારતના મહદ ભાગમાં વાદળો હટી જવાથી ગરમીની શરૂઆત થશે. સપ્ટેમ્બરમાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 13 મી સપ્ટેમ્બરથી 10 મી ઓક્ટોબર વચ્ચે ભારે ગરમી પડશે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં 23 સપ્ટેબરથી સખત ગરમી વધશે. આ ગરમીના કારણે બંગાળના ઉપસાગરમા હવાના હળવા દબાણ ઉભા થશે. હાલ અલનીનોને કારણે વરસાદી સિસ્ટમ નબળી પડી છે. 

4/6
image

તો વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 અમુક શહેરોમાં છૂટો છવાયો વરસાદ નોંધાશે. વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહી શકે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની નહિવત શક્યતા છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતું વરસાદ નહિ આવે. અલ-નીનોના કારણે વાતાવરણ સુક્કું જોવા મળશે. 

5/6
image

6/6
image