Exclusive: રામમંદિર ભૂમિ પૂજન માટે ગુજરાતના આ સંતોને મળ્યું છે આમંત્રણ
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ભૂમિ પૂજનમાં ગુજરાતના 6 સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ZEE 24 કલાકની એક્સક્લુઝિવ જાણકારી મુજબ જે 6 સંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમના નામ આ પ્રમાણે છે.... (ખાસ ઈનપુટ અતુલ તિવારી અમદાવાદ)
અમદાવાદ: અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ભૂમિ પૂજનમાં ગુજરાતના 6 સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ZEE 24 કલાકની એક્સક્લુઝિવ જાણકારી મુજબ જે 6 સંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમના નામ આ પ્રમાણે છે.... (ખાસ ઈનપુટ અતુલ તિવારી અમદાવાદ)
(1) BAPSના વડા મહંતસ્વામીજી મહારાજ
(2) મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી મહારાજ
(3) મુંજકાના આર્ષ વિદ્યામંદિરના આચાર્ય પરમાત્માનંદજી
(4) SGVP ગુરુકુળના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી
(5) સારસાના ગાદીપતિ શ્રી અવિચલદાસજી
(6) પ્રણામી સંપ્રદાયના કૃષ્ણમણીજી મહારાજ,
ઐતિહાસિક શ્રી રામ જન્મભૂમિના ભૂમિપૂજન પ્રસંગે અખિલેશ્વરદાસજીને આમંત્રણ આપવામાં આવ્યું છે જેને લઈને તેઓ 4 ઓગસ્ટના રોજ અયોધ્યા જવા રવાના થશે. અખિલેશ્વર દાસજી સાથે ઝી 24 કલાકએ ખાસ વાતચીત કરી. તેમણે કહ્યું કે શ્રીરામ જન્મભૂમિના ભૂમિપૂજન પ્રસંગે આમંત્રણ મળવું એ ગૌરવની ક્ષણ છે. આખરે અમારી મહેનત રંગ લાવી છે 200 જેટલા સાધુ સંતોને આમંત્રણ અપાઈ રહ્યું છે ત્યારે મને પણ ફોનના માધ્યમથી આમંત્રણ મળ્યું છે. મંદિર વહી બનાયેંગે તારીખ નહીં બતાયેંગે કહેનાર માટે આ જવાબ છે.
વધુ વિગતો માટે જુઓ VIDEO
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube