વાહ!! સુરતી જ્વેલર્સે એક હારમાં બનાવ્યું આખું રામ મંદિર; પાંચ હજાર ડાયમંડ અને બે કિલો ચાંદીમાં કંડાર્યું
સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામમંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે. જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે.
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામમંદિર નો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો જ્વેલર્સ વેપારી આ નેકલેસ તૈયાર કર્યો છે. જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે સમગ્ર હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે. જેને સોના ચાંદી અને 5,000 અમેરિકન ડાયમંડ થી તૈયાર કરાયો છે. નેકલેસ સાથેના આ રામ દરબારને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના છે.
રામ મંદિર સાથે સમગ્ર રામ દરબાર તૈયાર કરાયો
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતાની સાથે જ સમગ્ર દેશના રામ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનાર 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત થતા સમગ્ર દેશમાં લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ત્યારે નવા નિર્માણ ઐતિહાસિક રામ મંદિર માટે દેશમાં દરેક લોકો પોતાની રીતે કાંઈક ને કાંઈક ભેટ અર્પણ કરવા પણ આતુર છે. ત્યારે સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા રામ મંદિર સાથેનો અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. વેપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામ મંદિર સાથે સમગ્ર રામ દરબાર તૈયાર કરાયો છે.
નેકલેસ પર રામ મંદિર આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં રસેસ જ્વેલર્સના ત્રણ વેપારીઓ દ્વારા નેકલેસ પર રામ મંદિર સાથેનો રામ દરબાર તૈયાર કર્યો છે. આ અનોખા રામ દરબાર અને નેકલેસને સુરતના સરસાણા ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલા રૂઝટ એક્સ્પો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો છે. જેમાં વેપારીઓએ અયોધ્યામાં નિર્માણ થયેલું આબેહૂ બ્રાહમંદિર, રામ લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા , સોનાના હરણ અને હાર પર સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશીકામ સાથેના ચિત્ર બનાવી પ્રદર્શનના મુકાયા છે.જે હાલ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
જુદા જુદા 40 કારીગરોની મેહનત બાદ તૈયાર થયો નેકલેસ
હાર બનાવનાર વેપારી રોનક ધોડિયાએ જણાવ્યું હતું કે અયોધ્યામાં જે રામ મંદિર બનાવવામાં આવ્યું છે તેનાથી પ્રેરિત થઈને આ હાર બનાવવાનું નક્કી કર્યું હતું. અને ત્યારબાદ ત્રણેય પાર્ટનર મળી રામ મંદિર સાથે રામ દરબાર નો સેટ બનાવ્યો હતો. જેમાં હાર પર આબેહૂબ અયોધ્યાનું રામ મંદિર તૈયાર કર્યું છે. અને તેની સાથે રામ લક્ષ્મણ અને જાનકી ની પ્રતિમા તૈયાર કરી છે. અને રામાયણને અધ્યાય નો સૌથી મહત્વનો ભાગ હરણ હતું તે સોનાના હરણ પણ તૈયાર કર્યું છે. આમ માત્ર હાર નહીં પણ આખો રામ દરબાર તૈયાર કર્યો છે.વધુમાં જણાવ્યું હતું કે આ હાર સાથેના રામ દરબાર બે કિલોથી વધુનો છે.જેને સોના ,ચાંદી અને અમેરિકન ડાયમંડ માંથી તૈયાર કરાયો છે.જેમાં 5000થી વધુ અમેરિકન ડાયમન્ડ્સનો ઉપયોગ કરાયો છે.તેને બનાવવા માટે 30 દિવસનો લાગ્યો છે.જેની પાછળ જુદા જુદા 40 કારીગરોની મેહનત બાદ તૈયાર થયો છે.
અયોધ્યા જઈ ભેટ સ્વરૂપે અર્પણ કરાશે
મહત્વની વાતએ છે કે આ રામ મંદિરનો નેક્લેશ સાથેનો રામ દરબારનો સેટ લોકોને વેચવા માટે મૂકવામાં આવ્યો નથી કે બનાવવામાં આવ્યો નથી. રામ મંદિર બન્યા બાદ સમગ્ર ભારતમાંથી લોકોએ કોઈકને કોઈક રીતે પોતાનું યોગદાન અર્પણ કર્યું છે ત્યારે આ રામ મંદિરમાં અલગ અને વિશેષ રીતે યોગ્ય આપવા ઇચ્છતા હતા. જે માટે વેપારીએ રામ મંદિર સાથેનો હાર તૈયાર કર્યો છે. આ સમગ્ર રામ દરબારને અયોધ્યામાં રામ મંદિર નું નિર્માણ થઈ ગયા બાદ અયોધ્યા જઈ તેને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે. જે માટે આ રામ મંદિરને ભેટ સ્વરૂપે કઈ રીતે અર્પણ કરી શકાય તેને લઇ અમે પ્રયાસ પણ શરૂ કરી દીધો છે