• પ્રશાંત વિરુદ્ધ તાજેતરમાં ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ગોત્રી પોલીસે પ્રશાંતની મદદગારીના ગુનામાં શિષ્યાની ધરપકડ કરી છે. પોલીસે પાખંડીની મદદ કરનાર શિષ્યા દિશા ઉર્ફે જોનની ધરપકડ કરી


હાર્દિક દિક્ષીત/વડોદરા :ગુજરાતમાં નિત્યાનંદ સાધુની રંગરેલિયા બાદ વધુ એક સંતના ગોરખધંધા સામે આવ્યા છે. વડોદરાનો પાખંડી પ્રશાંત ઉપાધ્યાય છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં છે. આ પાખંડી બાબા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાી છે. ગઈકાલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં પાખંડી બાબા પ્રશાંત ઉપાધ્યાય સામે એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ત્યારે આજે બગલામુખીના ઠગ ગુરુ પ્રશાંતની કહેવાતી શિષ્યા નો વિડિયો વાયરલ થયો છે. આ વીડિયો પાખંડી પ્રશાંતને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતો વીડિયો છે. પ્રશાંત અને શિષ્યાનો જન્મ દિવસ એક જ દિવસે આવે છે. શિષ્યા દુનિયામાં સૌથી ભાગ્યશાળી હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. શિષ્યા વીડિયોમાં પ્રશાંતને ‘આઈ લવ યુ...’ કહેતા પણ દેખાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશાંત વિરુદ્ધ તાજેતરમાં ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ગોત્રી પોલીસે પ્રશાંતની મદદગારીના ગુનામાં શિષ્યાની ધરપકડ કરી છે. પોલીસે પાખંડીની મદદ કરનાર શિષ્યા દિશા ઉર્ફે જોનની ધરપકડ કરી છે. અન્ય આરોપી દિશા જસવાની વિદેશમાં છે, જ્યારે ઉન્નતિ જોશીનું સરનામુ પોલીસ શોધી રહી છે. પાખંડી પ્રશાંતની જેલમાંથી ધરપકડ કરવા ગોત્રી પોલીસે કવાયત શરૂ કરી છે. પીડિડિતાએ પાખંડી પ્રશાંત દુષ્કર્મ પહેલા કોઈ દવાનું સેવન કરતો હોવાનો પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો છે. 



2013 થી 2017 દરમિયાન પ્રશાંતે તેની સેવામાં રહેલી કિશોરી પર 12 વખત દુષ્કર્મ આચર્યું છે. પ્રશાંતની શિષ્યા દિશા અન દીક્ષા હતી, જે કિશોરીને પ્રશાંતના રૂમમાં મોકલી હતી. શિષ્યા પ્રશાંતનાં અનેક રહસ્યો જાણે છે. દીક્ષા જસવાની ઉર્ફે સીમા હાલ દુબઇ હોવાનું બહાર આવ્યું છે, જ્યારે ઉન્નતિ જોષીની માહિતી ન મળતાં તપાસ શરૂ કરાઈ હતી.


પ્રશાંત ભૂતકાળમાં નોંધાયેલી દુષ્કર્મ અને ઠગાઇની ફરિયાદના કેસમાં જેલની હવા ખાઇ રહ્યો છે. આ કેસમાં પૂછપરછ કરવા પોલીસે તેનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબજો લેવાની તજવીજ શરૂ કરી છે.