ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદમાં પ્રેમીએ પ્રેમિકાને ગર્ભવતી બનાવીને લગ્ન કરવાનો ઇન્કાર કરતા ફરિયાદ નોંધાઈ છે. પરણિત પ્રેમિ વિરૂદ્ધ પ્રેમિકાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે પ્રેમી ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બિટ કોઈન કેસમાં નિશા ગોંડલીયા પર કોણે કર્યું હતું ફાયરિંગ, થયો ચોંકાવનારો ખુલાસો


વટવા પોલીસ સ્ટેશનમાં યુવકે પ્રેમના નામે યુવતીને ગર્ભવતી બનાવીને લગ્ન નહિ કરીને તરછોડી દેતા યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. વટવામાં રહેતો આરોપી સરફરાઝ પઠાણે દોઢ વર્ષ પહેલાં એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેને કેફીપીણું પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને લગ્નની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કરતો હતો. પરંતુ યુવતી ગર્ભવતી થઈ જતા તેને ગર્ભપાત કરવા માટે દબાણ કર્યું હતું. યુવતીએ ગર્ભપાત નહિ કરાવતા સરફરાઝ પઠાણે તેની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી યુવતીએ સરફરાઝ પઠાણ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.


આ પણ વાંચો:- આ કામ કરી બન્યો 'ખરો પટેલ', ત્રણ વ્યક્તિઓને નવજીવન આપી બન્યો ભગવાન


આરોપી સરફરાઝ પઠાણ પરણિત છે. તેને 3 સંતાન છે અને વટવામાં રિલીફ મેડિકલ દુકાનમાં નોકરી કરે છે. દોઢ વર્ષ પહેલાં આ યુવતી મેડિકલ દુકાનમાં દવા લેવા ગઈ હતી. ત્યારે બન્ને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. યુવતીએ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ પતિ પત્ની વચ્ચે મનભેદ થતા તે એકલી રહેતી હતી. જેનો લાભ ઉઠાવીને સરફરાઝ યુવતી સાથે મિત્રતા કેળવીને તેના ઘરે જતો હતો અને એક દિવસ કેફિપીણું પીવડાવીને દુષ્કર્મ આચર્યું. યુવતીને આઠ માસનું ગર્ભ છે. જ્યારે પ્રેમી સરફરાઝ ગર્ભપાત માટે સતત ધમકી આપતો હતો. 


આ પણ વાંચો:- ભાજપ પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર, જૂની ટીમમાં 90 ટકા કરાયો ફેરફાર


જયારે યુવતીએ 2.70 લાખ રૂપિયાની પણ મદદ કરી હતી. તે રૂપિયા પણ પરત નહિ કરતા અંતે યુવતીએ વટવા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા. પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને આરોપી સરફરાઝની ધરપકડ કરી તપાસ શરૂ કરી. પ્રેમ અને દુષ્કર્મના વિવાદ વચ્ચે વટવા પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. જ્યારે ગર્ભવતી યુવતીનું મેડિકલ તપાસની કાર્યવાહી શરૂ કરી. સમગ્ર મામલો શું છે એ તપાસ હાલ પોલીસ કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube