અમદાવાદઃ શહેરના નગેરુનગરમાંથી યુવતીને ઉઠાવી જઈને સામુબિક બળાત્કાર કેસમાં સૌથી મોટો વળાંક આવ્યો છે. બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ પત્રકાર પરિષદ યોજીને ક્રાઇમબ્રાન્ચ પર ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. પીડિતાએ ક્રાઇમબ્રાંચના સૌથી મોટા અધિકારી જે કે ભટ્ટ પર સંગીન આરોપ લગાવ્યા છે. પીડિતાએ જે કે ભટ્ટ પર આરોપ લગાવતા જણાવ્યું કે આડા અવળા સવાલ પૂછવામાં આવ્યા અને રેપ કોને કહેવાય તે અમે નક્કી કરીશું. પીડિતાએ જણાવ્યું કે જે કે ભટ્ટને લીધે આપઘાત કરવાનો વિચાર આવતા ખબર પડી કે રેપ વિક્ટીમ સ્યૂસાઇડ કેમ કરતા હોય છે. પીડિતાએ વધુમાં જણાવ્યું કે મારી સાથે અપરાધી જેવો વ્યવહાર કરવામાં આવ્યો અને ફરિયાદ બદલવા માટે પણ દબાણ કરવામાં આવ્યું. પીડિતાએ કહ્યું કે, તે જે કે ભટ્ટ સમક્ષ હાજર નહીં થાય અને કેસની તપાસ કોઇ લેડી ઓફિસર જ કરે તેવી માગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ તો સારો યુવક છે
પીડિતાએ કહ્યું કે, જેસીપી જે.ક.ભટ્ટે મને એવું પણ કહ્યું કે વૃષભ તો સારો છોકરો છે. તે આવું ન કરી શકે. તુ ઇચ્છે તો આ આખો કેસ બદલી નાંખીએ અને તેમની સામે ચિટીંગના ઓરોપો મુકીને તેમને થોડી સજા કરવી દઇએ. તું તારૂ સ્ટેટમેન્ટ બદલી નાખ. આ અંગે પીડિતાએ જણાવ્યું કે, આવી માંગણીઓથી બધા સમજી જ શકે છે કે આ આખો મામલામાં તે શું કરવા માંગે છે.


બળાત્કાર કોને કહેવાય તે અમે નક્કી કરશું:  જેસીપી જે.કે.ભટ્ટ
પીડિતાએ જણાવ્યું કે, જેસીપી જે.ક.ભટ્ટે મારી સાથે અનેકવાર ખરાબ રીતે વાત કરી છે. તેમણે મને એટલે સુધી કહી દીધું કે જે ઘટનાને તું દુષ્કર્મ કહે છે તેમાં લાકડા જેવી વસ્તુનો ઉપયોગ કરયો હતો તેને રેપ ન કહેવાય. રેપ કોને કહેવાય તે અમે નક્કી કરીશું.


નિવેદન બદલવા માટે દબાણ
પીડિતાએ ક્રાઇમબ્રાંચના જેસીપી જે.ક.ભટ્ટ સામે આરોપ લગાવતા કહ્યું કે, 'તેમણે મારી સામે ઘણાં ઉંચા અવાજમાં ઘણી ખરાબ રીતે વાત કરી છે. તેમણે અનેકવાર એકના એક સવાલો પૂછ્યાં છે. તેમણે મારી સાથે ક્રિમિનલ જેવો વ્યવહાર કર્યો છે. તેમણે કાલે અનેકવાર પોલીસ સ્ટેશનમાં બોલાવીને ધમકાવવાનો પ્રયાસ કર્યો છે. મારી આટલી ઉલટ તપાસ થઇ રહી છે અનેકવાર નિવેદનો બદલવાનું કહેવાય રહ્યું છે તેના કારણે જ આજે મારે મીડિયા સામે આવવું પડ્યું છે.


આપઘાતનો આવ્યો હતો વિચાર
મને કાલે જેસીપીના દબાણને કારણે આત્મહત્યા કરવાનો પણ વિચાર આવ્યો હતો પરંતુ મારા પરિવારે મને સપોર્ટ કર્યો એટલે આજે હું જીવતી છું. હું સાચી છું અને હું આ લડાઇ લડીને જ રહીશ. મારી એટલી માંગ છે કે આ કેસમાં ક્રાઇમબ્રાંચના જેસીપી જે.ક.ભટ્ટને હટાવવામાં આવે અને કોઇ નિષ્પક્ષ લેડી ઓફિસર આમાં આવે.


કેસમાંથી જે.કે.ભટ્ટને હટાવવાની માંગ
પીડિતાના પિતાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, 'સાચો ન્યાય મળે અને આવા ઓફિસર આ કેસમાંથી બહાર નીકળી જાય તે અમે ઇચ્છીએ છીએ. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ પ્રમાણે આવો કોઇ કેસ આવે તેના પુરાવાની તપાસ 24 કલાકમાં લેડી ઓફિસર દ્વારા થવી જોઇએ.