જેતપુરમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપ, પોલીસે CCTVના આધારે નરાધમને ઝડપી પાડ્યો
શહેરમાં લોકડાઉન વચ્ચે 18મેની મઘરાતે ફૂટપાથ પર સુતેલી 6 વર્ષની બાળકીને અજાણ્યા વ્યક્તિએ અપહરણ કરીને બાજુની શેરીમાં લઇ ગયો હતો. ત્યાર બાદ આ વ્યક્તિએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બુમાબુમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. જેના પગલે આરોપી તો ભાગી છુટ્યો હતો. જો કે તે ભાગતો હતો ત્યારે સીસીટીવીમાં ઝડપાઇ ગયો હતો.
જેતપુર: શહેરમાં લોકડાઉન વચ્ચે 18મેની મઘરાતે ફૂટપાથ પર સુતેલી 6 વર્ષની બાળકીને અજાણ્યા વ્યક્તિએ અપહરણ કરીને બાજુની શેરીમાં લઇ ગયો હતો. ત્યાર બાદ આ વ્યક્તિએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બુમાબુમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. જેના પગલે આરોપી તો ભાગી છુટ્યો હતો. જો કે તે ભાગતો હતો ત્યારે સીસીટીવીમાં ઝડપાઇ ગયો હતો.
રાજકોટ: ઓડ ઇવન પદ્ધતીથી ખુલશે દુકાનો, કોર્પોરેશન દ્વારા સ્ટીકર લગાવવામાં આવશે
પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યારે આરોપીને ગણત્રીનાં સમયમાં જેતપુર ચોકડી ખાતેથી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવીનાં આધારે આરોપીને પકડવામાં સરળતા રહી હતી. હાલ તો તેની મેડિકલ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ: લોકડાઉન તુ ખુલ્યું પરંતુ ધંધો નહી જાવે તેવી ચિંતાએ વેપારીની આત્મહત્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, જેતપુરનાં નવાગઢ વિસ્તારમાં ગઢની રાંગ પાસે રહેતા પરિવારો ગરમીનાં કારણે ઝુંપડાની બહાર ફુટપાથ પર સુતા હોય છે. ત્યારે મોડી રાત્રે એક અજાણ્યો વ્યક્તિ બાળકીને ઉઠાવી ગયો હતો. થોડે દુર જઇને તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે સુતેલી બાળકીએ ચીસાચીસ કરતા આસપાસનાં લોકો જાગી ગયા હતા. જેથી આરોપી ભાગી છુટ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર