143 મી રથયાત્રા : લોકોને ઘરે રહીને દર્શન કરવા અપીલ, પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
અમદાવાદ ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આગામી 23 જૂને જમાલપુર જગન્નાથ મંદિરેથી નીકળશે. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે સાદાઇથી રથયાત્રા યોજવાની છે. પોલીસ દર વર્ષની જેમ જ રથયાત્રાના બંદોબસ્તની તૈયારીઓ કરી રહી છે. સાદાઇથી રથયાત્રા યોજાવાની હોવા પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અર્ધલશ્કરી દળોને પણ બોલાવી લેવાયા છે. જે 17 જૂને અમદાવાદ આવી જશે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓની પોલીસ 17 જૂને અમદાવાદ આવી જશે. 20 જૂને તેઓને બંદોબસ્ત ત્યાર બાદ જ ફાળવી દેવામાં આવશે.
અમદાવાદ : અમદાવાદ ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આગામી 23 જૂને જમાલપુર જગન્નાથ મંદિરેથી નીકળશે. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે સાદાઇથી રથયાત્રા યોજવાની છે. પોલીસ દર વર્ષની જેમ જ રથયાત્રાના બંદોબસ્તની તૈયારીઓ કરી રહી છે. સાદાઇથી રથયાત્રા યોજાવાની હોવા પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અર્ધલશ્કરી દળોને પણ બોલાવી લેવાયા છે. જે 17 જૂને અમદાવાદ આવી જશે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓની પોલીસ 17 જૂને અમદાવાદ આવી જશે. 20 જૂને તેઓને બંદોબસ્ત ત્યાર બાદ જ ફાળવી દેવામાં આવશે.
AMC નો વિકાસ સામાન્ય વરસાદમાં જ ધોવાઇ ગયો, ક્યાંક ભુવામાં પણ પડ્યો તો ક્યાંક પાણી ભરાતા ફસાયો
પોલીસ કર્મચારીઓના રહેવાની વ્યવસ્થા મ્યુનિસિપલ શાળાઓ અને હોલમાં કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશનોમાં રથયાત્રા સિવાયનો કોઇ પણ બંદોબસ્ત ફાળવી શકાશે નહી. તમામ પોલીસ સ્ટેશનનોને બોડી પ્રોટેક્ટર, વાયરલેસ સેટ, હેલમેટ વગેરે ચેર કરીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રૂટ પરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં SRP પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. ત્યાં 1 હેડ કોન્સ્ટેબલ, 3 પોલીસ કોન્સ્ટેબલ મુકવા માટેના આદેશ કર્યા છે. આ ઉપરાંત કોર્પોરેશને પણ પોતાની ઢોર પાર્ટીઓને એક્ટિવ કરી દીધી છે. સમગ્ર રૂટ પર કોઇ પણ પ્રકારે પાણીનો ભરાવો કે ડ્રેનજ સમસ્યા ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
અત્યંત ધનાઢ્ય ફાર્મ હાઉસમાં ચાલતું હતું જુગારધામ, શંકા ન પડે તે માટે પરિવાર મુકવા આવતો
લોકોને ઘરે જ રહેવા માટે અપીલ
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તથા તંત્ર દ્વારા લોકોને ઘરે રહીને જ રથયાત્રા નિકાળવા માટે જણાવવામાં આવ્યું છે. લોકોને એકત્ર ન થવા દેવા તે આ વખતે પોલીસ માટે મોટો પડકાર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રામાં કોઇ અખાડા કે ભજન મંડળીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. માત્ર ત્રણેય રથ ઝડપથી નિકળીને ઝડપથી પરત ફરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર