ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ અને લૉકડાઉન વચ્ચે શ્રમિકોની વતન વાપસી, જરૂરીયાતની વસ્તુનો પુરવઠો જેવી અનેક બાબતે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ યોજીને મહત્વની જાણકારી આપી હતી. તેમણે કહ્યુ કે, આવતીકાલથી સમગ્ર રાજ્યમાં અનાજ વિતરણ કરવામાં આવશે. તમામ લોકોને સસ્તા અનાજની દુકાન પરથી અનાજ મળશે. આ સાથે પશુપાલકોને પશુદીઠ 25 રૂપિયાની સબ્સિડી આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા તેમને આ સબ્સિડી આપવામાં આવશે. જે લોકોના રેશનકાર્ડનો છેલ્લો આંકડો 1 હોય તેને કાલે રાશન આપવામાં આવશે. રાજ્યમાં 17થી 27 મે સુધી રાશન વિતરણ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના લોકોને મળશે અનાજ
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે કહ્યુ કે, આવતીકાલ 17 મેથી 27 મે સુધી રાજ્યમાં અનાજ વિતરણ કરવામાં આવશે. આવતીકાલથી સમગ્ર રાજ્યમાં રાશન વિતરણનો પ્રારંભ થશે. જે લોકોના રેશન કાર્ડનો નંબર છેલ્લે 1 હોય તેમનો કાલે અનાજ આપવામાં આવશે. 


આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં સહકારી બેંકોની ભૂમિકા મહત્વપૂર્ણઃ વિજય રૂપાણી  


પશુદીઠ મળશે સહાય
કોરોના વાયરસ અને લૉકડાઉનના સમયમાં રાજ્ય સરકારે પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. અશ્વિની કુમારે કહ્યુ કે, રાજ્ય સરકારે પશુદીઠ 25 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે, જિલ્લા કલેક્ટર દ્વારા આ સહાય ચુકવવામાં આવશે. 


અત્યાર સુધી 5.42 લાખ શ્રમિકોને વતન મોકલાયા
ગુજરાતમાંથી અત્યાર સુધી 396 શ્રમિક ટ્રેન ચાલી છે. જેમાં 5.42 લાખ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવામાં આવ્યા છે. તો તેમણે કહ્યુ કે, આજે વધુ 50 ટ્રેન રવાના થવાની છે. જેમાં 78 હજાર લોકોને પોતાના વતન પહોંચાડવામાં આવશે. આ સાથે અશ્વિની કુમારે કહ્યુ કે, અન્ય દેશમાં પણ જે ગુજરાતીઓ ફસાયેલા છે, તેને પણ પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. જે પણ ગુજરાતી વિદેશથી આવશે તેના ક્વોરેન્ટાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર